લંકેશ અને નટુકાકાના નિધન: આપણે ૨ પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા છે: મોદી
નવીદિલ્હી, રાવણ ની ભૂમિકાથી લોકોના દિલોમાં રાજ કરનારા અરવિંદ ત્રિવેદી ૮૨ વર્ષની વયે નિધન થયુ હતું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પીઢ કલાકારથી કલાજગતમાં ખાલીપો છવાયો છે.
ત્યારે પીએમ મોદીએ તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ‘નટુકાકા’ અને ‘લંકેશ’ ના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ રામાયણમાં રામ અને સીતાની ભૂમિકા ભજવનારા કલાકારોએ પણ ભાવભીની આંખે અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નટુકાકા અને અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, આપણે ૨ પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા છે. ઘનશ્યામ નાયક બહુમુખી ભૂમિકા માટે યાદ રહેશે. તો અરવિંદ ત્રિવેદી જનસેવા માટે ઉત્સાહી હતા. રામાયણમાં તેમના અભિનય માટે તેઓ કાયમ યાદ રહેશે. બંને કલાકારોના પરિવારજનો, પ્રશંસકો પ્રત્યે સંવેદના છે.
રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની વયે નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ ૩૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
અરવિંદ ત્રિવેદીએ ફિલ્મો ઉપરાંત અનેક નાટક સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે. અરવિંદ ત્રિવેદી એ મુંબઈના કાંદિવલી સ્થિત નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધો હતો.HS