લંડનથી ભારત પરત ફરેલી બે ફ્લાઈટમાં 7 પોઝિટીવ મળ્યા
નવી દિલ્હી, બ્રિટનમાં કોરોના વાયરસનું નવું ઘાતક સ્વરૂપ સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વ હાલ ચિંતિત છે. ત્યારે બીજી તરફ ભારતે 31 ડિસેમ્બર સુધી ત્યાંથી આવવાળી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ગત રાત્રે લંડનથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા પાંચ મુસાફરો અને ક્રૂ મેમ્બરો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમના નમૂનાઓને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.
બે બ્રિટિશ પ્રવાસીઓ કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેઓ કોરોનાથી સંક્રમિત હતા, આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, રવિવારે રાત્રે યુકેથી 222 મુસાફરોને લઈને એક વિમાન નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 25 મુસાફરો પાસે તેમનો કોરોના રિપોર્ટ નહોતો. તેથી તેને નજીકના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમનું કોરોના વાયરસનું પરીક્ષણ કરાયું હતું. 25 મુસાફરો પૈકી બે વ્યક્તિઓને કોરોના ચેપ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના પ્રોટોકોલ મુજબ, ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે.