લંડનના એસેક્સમાં એક કંટેનરમાંથી 39 મૃતદેહો મળ્યા
નવી દિલ્હી, લંડનના એસેક્સ વિસ્તારમાં એક લોરી કંટેનરમાંથી 39 મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મૃતદેહો મળ્યાના તુરંત બાદ પોલીસે એમ્બ્યુલન્સને બોલાવી. પોલીસે લોરી કંટેનરના ડ્રાઈવરને ઉત્તરીય આયરલેન્ડથી ઝડપ્યો છે અને તેની પુછપરછ ચાલી રહી છે. કંટેનરનો ડ્રાઈવર માત્ર 25 વર્ષનો છે, સુત્રો મુજબ પોલીસને જે 39 મૃતદેહો મળ્યા છે, તેમાંથી 38 વયસ્ક અને એક ટીનેજર સામેલ છે. આ કંટેનર બુલ્ગારિયાથી આવ્યો હતો અને તેણે શનિવારે હોલીહેડથી દેશમાં પ્રવેશ કર્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આટલી મોટી સંખ્યામાં મૃતદેહો ક્યાંથી આવ્યા અને કોના છે તે હજૂ સ્પષ્ટ થયું નથી.