Western Times News

Gujarati News

લંડનના સુપ્રસિદ્ધ વેકસ મ્યુઝિયમમાં રામચરણનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું

રામ ચરણ પોતાની ફિલ્મ “પેદ્દી”નું શૂટિંગ ફરી શરૂ કરશે

રામ ચરણ વિશ્વનો પહેલો એવો અભિનેતા છે કે જેણે પોતાનો પાલતું કૂતરો તેની મીણની પ્રતિમામાં રાખ્યો છે

મુંબઈ,
દક્ષિણના સ્ટાર રામ ચરણે તેનાં માતાપિતા ચિરંજીવી અને સુરેખા, પત્ની ઉપાસના અને તેમનાં ક્યૂટ પાલતું કૂતરા રાયમ સાથે લંડનનાં મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં તેનાં મીણના પૂતળાનું અનાવરણ કર્યું હતું.ટોલીવૂડ સ્ટાર રામચરણે લંડનના મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં પોતાના મીણના પૂતળાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમના માતા-પિતા ચિરંજીવી અને સુરેખા, પત્ની ઉપાસના અને તેમના પેટ ડોગ રાઇમ પણ ઉપસ્થિત રહ્યા હતા.મ્યુઝિયમમાં જતાં પહેલાં લંડનના માર્ગાે પર હજારો ચાહકોએ રામચરણનું જોરદાર સ્વાગત કર્યું હતું. થોડા દિવસો બાદ મેડમ તુસાદ સિંગાપોર ખાતે તેમનું મીણનું પૂતળું કાયમી ધોરણે મૂકવામાં આવશે. રામ ચરણ વિશ્વનો પહેલો એવો અભિનેતા છે કે જેણે પોતાનો પાલતું કૂતરો તેની મીણની પ્રતિમામાં રાખ્યો છે.

અનાવરણ દરમિયાન રામચરણે ફોટોગ્રાફર્સને તેના પેટ ડોગ સાથે પોઝ આપ્યો હતો. ડોગ રાઈમની ક્યુટનેસે લોકોનું દિલ જીતી લીધું હતું.વર્ક ફ્રંટની વાત કરીએ તો, પાન ઇન્ડિયા સ્ટાર રામ ચરણ લંડનથી પરત ફર્યા બાદ પોતાની ફિલ્મ “પેદ્દી”નું શૂટિંગ ફરી શરૂ કરશે. આ ફિલ્મમાં શિવા રાજકુમાર, જાન્હવી કપૂર અને દિવ્યેન્દુ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મનું દિગ્દર્શન બુચી બાબુ સનાએ કર્યું છે અને ફિલ્મનું સુરીલું સંગીત એ.આર.રહેમાને આપ્યંં છે. આ ફિલ્મ પહેલા રામ ફિલ્મ ’ગેમ ચેન્જર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણીની જોડી હતી. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.