લંડનમાં કોલગર્લ લાવતી માતાની પુત્રએ હત્યા કરી
લંડન, યુનાઈટેડ કિંગડમના લંડનથી એક હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. અહીં એક સમલૈંગિક પુત્રએ તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી. તેણે માતાના શરીર પર અનેક ઘા કર્યા. પીડિત મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ જીવ બચાવી શકાયો નહીં.
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ મૃતક મહિલાનું નામ બાર્બરા હતું. તેની ઉંમર લગભગ ૫૧ વર્ષની હતી. તે તેના સમલૈંગિક પુત્રની સારવાર કરાવવા માગતી હતી.
માતાનું માનવું હતું કે તેમના પુત્રની માનસિક સ્થિતિ સારી નથી. આથી તે પુત્રની સારવાર કરવા માટે કોલ ગર્લ્સની મદદ લેવા લાગી. બાર્બરાના મોત બાદ હવે સવાલ એ ઉઠે કે પુત્રએ તેની માતાને કેમ મારી નાખી?
અત્રે જણાવવાનું કે પીડિત બાર્બરા અનેકવાર કોલ ગર્લ્સને પોતે જ પોતાની સાથે ઘરે લઈને આવતી હતી.
ત્યારબાદ તેના પુત્રને તે કોલ ગર્લ્સ સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરતી હતી. આરોપ છે કે બાર્બરાએ પણ એકવાર પોતાના જ પુત્ર સાથે સંબંધ બનાવ્યા. જેને પગલે પુત્ર તેની માતાથી ખુબ નારાજ હતો.
અત્રે જણાવવાનું કે બાર્બરાના તેના પતિથી ડિવોર્સ થઈ ગયા હતા. તે લંડનમાં તેના પુત્ર સાથે રહેવા લાગી હતી. ત્યારબાદ તેને ખબર પડી કે તેનો પુત્ર તો સમલૈંગિક છે. આ જાણીને તે ચોંકી ગઈ હતી.SSS