લંડનમાં તૈમૂરને પોતાની કોલેજ બતાવવા લઈ ગયો સૈફ

કરીનાએ કેમેરામાં કંડારી પિતા-પુત્રની આ યાદગાર ક્ષણ
કપલ સાથે તેમના દીકરાઓ તૈમૂર અને જેહ પણ છે, કરીના અને કપૂર ખાનદાનનું લંડન ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન છે
મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન હાલ લંડનમાં રજાઓ ગાળી રહ્યા છે. કપલ સાથે તેમના દીકરાઓ તૈમૂર અને જેહ પણ છે. કરીના અને કપૂર ખાનદાનનું લંડન ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન છે. આ વખતે કોરોના કાળના બે વર્ષ બાદ તેઓ રજાઓ ગાળવા પહોંચ્યા હોવાથી મન ભરીને આ દિવસોને જીવી રહ્યા છે. ધ રોલિંગ સ્ટોન્સના કોન્સર્ટમાં જવાથી માંડીને, લંડનમાં ટૂરિસ્ટની જેમ ફરવાનું, બહેનપણીઓ-પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ કરીના કપૂર અહીં વિતાવી રહી છે.
હાલમાં જ ૮ જુલાઈએ નીતૂ કપૂરનો બર્થ ડે હતો ત્યારે કપૂર પરિવારના સભ્યોએ લંડનમાં ઉજવ્યો હતો. હવે, સૈફ પોતાના દીકરા તૈમૂરને લઈને વિન્ચેસ્ટર કોલેજ પહોંચ્યો છે. જેની તસવીર કરીનાએ શેર કરી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂરે સૈફ, તૈમૂર અને તેના ગોડફાધર અને એક્ટરના અંગત મિત્ર એન્ડ્રિયાસ કેમ્પોમર સાથેની તસવીર શેર કરી છે. ત્રણેય જણાં વિન્ચેસ્ટર કોલેજના કમ્પાઉન્ડમાં ચાલતાં જાેવા મળી રહ્યા છે. કરીનાએ આ ફોટોગ્રાફ શેર કરતાં લખ્યું, “પિતા, ગોડફાધર અને દીકરો. વિન્ચેસ્ટર ૨૦૨૨. ફોટોમાં જાેઈ શકો છો કે લંડનના વેધર પ્રમાણે, આ ત્રણેય જેકેટમાં જાેવા મળી રહ્યા છે. કરીનાએ લંડનમાં પોતાના ‘ગુડ હેર ડે’ની ઝલક પણ બતાવી હતી. અહીં સેલિબ્રિટીની જેમ જીવતી કરીના લંડનમાં બહેન કરિશ્મા અને ફ્રેન્ડ અમૃતા અરોરા સાથે ટૂરિસ્ટની જેમ જીવવાનો આનંદ ઉઠાવી રહી છે.
View this post on Instagram
અગાઉ કરીના કપૂરે લંડનમાંથી પોતાની ગર્લગેંગ સાથેની તસવીરો શેર કરી હતી. ફોટોમાં કરીના સાથે તેની બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરા, બહેન કરિશ્મા કપૂર અને નતાશા પૂનાવાલા જાેવા મળે છે. ત્રણેય આ ફોટોમાં ગ્લેમરસ લૂકમાં જાેવા મળી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. અદ્વૈત ચંદનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં નાગ ચૈતન્ય અને મોના સિંહ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થઈ રહી છે. આ સિવાય કરીનાએ ઓટીટી ડેબ્યૂ ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’નું શૂટિંગ પણ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં કરીના સાથે વિજય વર્મા, જયદીપ અહલાવત છે. સૈફની વાત કરીએ તો તે ‘આદિપુરુષ’ અને ‘વિક્રમ વેધા’ જેવી ફિલ્મોમાં દેખાશે.SS1