લંડનમાં ધ ચીફ ઑફ એર સ્ટાફ્સ એર એન્ડ સ્પેસ પાવર કોન્ફરન્સ 2019
અમદાવાદ, ધ ચીફ ઑફ એર સ્ટાફ્સ એર એન્ડ સ્પેસ પાવર કોન્ફરન્સ 2019નું આયોજન 17 થી 18 જુલાઈ, 2019 સુધી થયું હતું. એનો ઉદ્દેશ મુખ્ય વ્યૂહાત્મક પડકારો ઝીલવાનો તથા હવાઈ અને અંતરિક ક્ષમતાની આધુનિકતા તરફ અગ્રેસર થવાનો હતો. એર માર્શલ એચ. એસ. અરોરા એવીએસએમ એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ–ઇન–ચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે ભારતીય વાયુદળમાંથી કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
આ કોન્ફરન્સમાં 39 દેશો અને નાટોનાં આંતરરાષ્ટ્રીય એર ચીફ અને મિલિટરી કમાન્ડરો ઉપસ્થિત હતાં. વાયુદળ અને અંતરિક્ષ ઉદ્યોગનાં તમામ ક્ષેત્રોમાંથી ઉચ્ચ રેન્કિંગ ધરાવતાં પ્રતિનિધિઓ, બિઝનેસ લીડર્સ અને વ્યવસાયિકો પણ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.એર એન્ડ સ્પેસ પાવર કોન્ફરન્સની થીમ ‘મલ્ટિ–ડોમેન ઓપરેશન્સ ફોર ધ નેક્સ્ટ જનરેશન એર ફોર્સ’ હતી. કોન્ફરન્સ દરમિયાન વિકસતી ટેકનોલોજીઓ તથા એર, સ્પેસ, સાયબર અને આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સીનાં ક્ષેત્રોમાં નવીનતા માટેની તકોને રજૂ કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સની સાથે સાથે એર માર્શલ એચ એસ અરોરાએ ઓસ્ટ્રેલિયન એર ફોર્સનાં જોઇન્ટ ઓપરેશન્સનાં ચીફ એર માર્શલ મેલ હુપફેલ્ડ અને ઇઝરાયેલ એર ફોર્સનાં કમાન્ડર મેજર જનરલ અમિકામ નોર્કિન સાથે પારસ્પરિક હિત અને સહકારનાં વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાટાઘાટ કરી હતી. તેઓ આરએએફનાં ડેપ્યુટી કમાન્ડર (કેપેબિલિટી) એર માર્શલ એન્ડ્રૂ ટર્નર અને અન્ય મિત્ર દેશોનાં મિલિટરી કમાન્ડર્સને પણ મળ્યાં હતા.કોન્ફરન્સમાં સબ–થ્રેસ્હોલ્ડ અને ગ્રે ઝોનની સ્થિતિમાં એર અને સ્પેસ પાવરની ઉપયોગિતા દર્શાવવામાં આવી હતી, જેમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિકૂળ પ્રવૃત્તિઓમાં વધારો સામેલ હતી, જે વાસ્તવિક ઘર્ષણની શરૂઆત માટે જવાબદાર કારણ કરતાં વધારે નુકસાનકારક હોય કે સીધી સૈન્ય કાર્યવાહી હોય.આ મુલાકાત દરમિયાન એર માર્શલ એચ એસ અરોરાએ ધ રૉયલ ઇન્ટરનેશનલ એર ટેટ્ટૂ (આરઆઇએટી)માં સામેલ થયાં હતાં, જેમાં 25 દેશોનાં 245વિમાનો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યાં હતા.