લંડનમાં ભારતીય ભોજન જાેઈ પરિણીતિ ભાવુક બની
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા હાલમાં લંડનમાં છે અને ત્યાંથી પોતાના ફોટોઝ-વિડીયોઝ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. પરિણીતી ચોપરાએ ફરી એક વખત પોતાની નવી તસવીર શેર કરી છે. તેમાં તે ભારતીય ભોજન સાથે જાેવા મળી રહી છે અને તેની સાથે તેણે રસપ્રદ કેપ્શન લખી છે.
પરિણીતી ચોપરાએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો લંડનના ઈન્ડિયન રેસ્ટોરન્ટની છે અને પરિણીતિ ચોપરાના ટેબલ પર ઈન્ડિયન ફૂડ જાેવા મળી રહ્યું છે. એક્ટ્રેસે તેની સાથે કેપ્શન લખ્યું છે કે, હું માર્ચ પછીથી ભારત નથી આવી અને ગઈકાલે રાત્રે દાળ, રોટલી અને ભાતે મારી આંખોમાં આંસુ લાવી દીધા.
મને ઘર જેવું ફીલ કરાવવા માટે આભાર જ્યારે તમે કોઈ વસ્તુથી દૂર થઈ જાઓ છો, ત્યારે જ તેનું મહત્વ સમજી શકો છો. ગત દિવસોમાં પરિણીતિ ચોપરાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી જાણકારી આપી હતી કે, તેણે લંડનમાં ફાઈઝરનો પહેલો ડોઝ લઈ લીધો છે. તે સાથે પોસ્ટમાં પરિણીતિ ચોપરાએ બહેન પ્રિયંકા ચોપરાને ટેગ કરી, જેણે તસવીરો ક્લિક કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતિ ચોપરાએ તાજેતરમાં જ રિલીઝ થયેલી ત્રણ ફિલ્મો સંદીપ અને પિંકી ફરાર, ધ ગર્લ ઓન ધ ટ્રેન અને ‘સાઈના’માં જાેવા મળી છે. હવે, પરિણીતિ ચોપરા ફિલ્મ એનિમલાં રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલની સાથે જાેવા મળશે.