લંડનમાં ભારત વિરોધ પ્રદર્શનને મંજુરી આપીશું નહીં: બોરિસ જોનસન
લંડન, બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને સ્પષ્ટ કરી દીધુ છે કે કાશ્મીર મામલાને લઇ લંડનમાં ભારતની વિરૂધ્ધ પગપાળા માર્ચ કાઢવાના કાર્યક્રમ માટે બિલકુલ પણ મંજુરી આપીશું નહીં. જોનસને ભારપૂર્વક કહ્યું છે કે દિવાળીના દિવસે કહેવાતા કાશ્મીર વિરોધના સંદર્ભમાં હિંસા અને ધમકી પુરી રીતે અસ્વીકાર્ય છે.
ભારતીય સમુદાયે ૧૫ ઓગષ્ટ અને ૩ સપ્ટેમ્બરે ભારતીય રાજદુતની બહાર બ્રિટીશ કાશ્મીરીઓ અને અન્ય તત્વો દ્વારા આ રીતે ગત વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસાને ધ્યાનમાં રાખી બ્રિટેન સરકાર અને લંડનના મેયર સાદિક ખાનથી વાતચીત કરી હતી. દિવસભર ચાલનાર પગપાળા માર્ચ ડાઉનિંગ સ્ટ્રીટની પાસે રિચમંડ ટેરેસથી લંડનમાં ભારતીય દુતાવાસની બહાર સમાપ્ત થનાર છે.લગભગ ૧૦,૦૦૦ લોકોના આ પ્રદર્શનમાં સામેલ થવાની આશંકા છે નવીદિલ્હીએ બ્રિટીશ અધિકારીઓની સાથે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. એ યાદ રહે કે લંડનમાં ભારતની વિરૂધ્ધ પગપાળા માર્ચ કાઢવાના કાર્યક્રમ પર પાકિસ્તાની મૂળના સાદિક ખાને આયોજકો અને તેમાં ભાગ લેનારા લોકોથી આ રેલીને રદ કરવા કહ્યું છે.તેમણે કહ્યું કે આ વિરોધ રેલી લંડનમાં લોકોને વિભાજીત કરી શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર પાંચથી ૧૦ હજાર લોકોને રેલી કાઢવાની યોજના બનાવી છે ભારતીય મૂળના લંડન એસેંબલી સભ્ય નવીન શાહના પત્રના જવાબમાં મેયર ખાને કહ્યું કે હું દિવાળીના પાવન પ્રસંગ પર આ વિરોધ માર્ચને પુરી રીતે રદ કરૂ છું.આ દિવસે ભારતીય દુતાવાસમાં દિવાળીનો પર્વ મનાવવામાં આવશે મેયર સાદિક ખાને આગળ કહ્યું કે આવા સમયમાં જયારે લંડનવાસીઓને એક થવાની જરૂરત છે આ માર્ચ લોકોને પરસ્પર વિભાજીત કરશે આ કારણે મેં આયોજકોને બોલાવી આ રેલીને રદ કરવા કહ્યું છે આ સાથે જ તેમણે કહ્યું કે તેમની સિટી હોલ આફિસ સ્કોટલૈંડ યાર્ડની સાથે મળી પુરી યોજના તૈયાર કરી રહ્યાં છે.એ યાદ રહે કે ગત ૧૫ ઓગષ્ટે ભારતીય મિશનની બહાર થયેલ હિંસક ઘટનાઓની પણ યાદ અપાવી તે સમયે બ્રિટીશ પાકિસ્તાની અને અલગાવવાદી સમૂહના લોકોએ ભારતીયોના સમૂહથી હાથાપાઇ કરવાનો પ્રયાસ કર્યો હતો.