લંડનમાં ભેગા થઈ ગયા શાર્ક ટેન્કના અશનીર અને અનુપમ મિત્તલ

મુંબઈ, શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજીસ અશનીર ગ્રોવર અને અનુપમ મિત્તલ હાલ પોતપોતાના પરિવાર સાથે યુરોપ અને યુકેમાં વેકેશન ગાળી રહ્યા છે. તાજેતરમાં જ બંનેની મુલાકાત લંડનમાં થઈ હતી. જ્યાં તેમણે એકસાથે ડિનર લીધું હતું અને તેમની પત્નીઓ પણ જાેડે હતી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા ભારતપેના પૂર્વ કો-ફાઉન્ડર અશનીર ગ્રોવરે શાદી ડોટ કોમના માલિક અનુપમ મિત્તલ સાથેની ડિનરની તસવીરો શેર કરી છે. ફોટોમાં અશનીરની પત્ની માધુરી જૈન અને અનુપમની પત્ની આંચલ કુમાર પણ જાેવા મળી રહી છે.
ચારેય જણાં ફોર્મલ લૂકમાં જાેવા મળી રહ્યા છે અને રેસ્ટોરાંમાં પણ ખાસ્સી ચહલપહલ જાેવા મળી રહી છે. અશનીર ગ્રોવરે અનુપમ અને તેની પત્ની સાથેની મુલાકાતની તસવીરો શેર કરતાં લખ્યું, અનુપમ મિત્તલ અને આંચલ કુમાર સાથે સમય વિતાવવાનું હંમેશા સારું લાગે છે.
તેઓ ખૂબ સારા વ્યક્તિઓ છે.” આંચલ કુમારે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, “અમે પણ તમારા માટે આ જ અનુભવીએ છીએ.?? તમને બંનેને મળીને સારું લાગ્યું. આ તસવીરોમાંથી એક ફોટોમાં અશનીર ગ્રોવર અને અનુપમ મિત્તલ કંઈક ગંભીર ચર્ચા કરતાં જાેવા મળે છે.
ત્યારે એક સોશિયલ મીડિયા યૂઝરે મજાક કરતાં લખ્યું, “અશનીર કહેતો હશે- અરે ભાઈ શું ઓર્ડર કરે છે, બિલ કોણ ભરશે આનું? #funnynote #sharktankindia.. બીજા એક યૂઝરે લખ્યું, આ ટેબલ જે બંને ભારતીયો બેઠા છે તે રેસ્ટોરાંમાં બેઠેલા બધા જ વિદેશીઓને ખરીદવાની તાકાત ધરાવે છે.
અશનીર ગ્રોવરે થોડા દિવસ પહેલા જ પેરિસમાં બોલિવુડના લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે પણ મુલાકાત કરી હતી. પેરિસમાં વેકેશન ગાળવા આવેલા અર્જુન-મલાઈકાનો ભેટો અશનીર સાથે થયો હતો. અશનીરે તેમની સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આ તરફ અનુપમ મિત્તલે પોર્ટુગલમાં ફેમિલી અને મિત્રો સાથે ગાળેલા સમયની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. સુંદર બીચ અને દરિયાકિનારે આવેલી વિલામાં અનુપમ મિત્તલ અને પત્નીએ કેટલી મજા કરી હતી તે આ તસવીરો કહી રહી છે.SS1MS