Western Times News

Gujarati News

લંડનમાં માતાએ પાંચ વર્ષની પુત્રીની હત્યા કરી

Files Photo

લંડન: બ્રિટનની રાજધાની લંડનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાની ૫ વર્ષની પુત્રીને ચાકૂના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી. ૩૬ વર્ષની સુથા શિવનાથમની આ હેવાનિયત બદલ પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં હાલ સુનાવણી ચાલે છે.

રિપોર્ટ મુજબ કોર્ટના દસ્તાવેજાે પરથી જાણવા મળે છે કે સુથા શિવનાથમે તેની પાંચ વર્ષની પુત્રીની ચાકૂના ઘા મારી હત્યા કરી નાખી. કારણ કે તેને ડર હતો કે તે કોવિડ-૧૯થી મરી જશે અને તેની દીકરી તેના વગર રહી શકશે નહીં. માસૂમ પર ૧૫ ઘા ઝીંકી દીધા રિપોર્ટ મુજબ સુથા શિવનાથમે પોતાના દક્ષિણ લંડન સ્થિત ફ્લેટના બેડરૂમમાં પુત્રી સયાગી શિવનાથમ પર ચાકૂના ૧૫ ઘા ઝીંક્યા અને મોતને ઘાટ ઉતારી દીધી.

ત્યારબાદ પોતાના ઉપર પણ ચાકૂથી હુમલો કર્યો. પાડોશીઓએ જાે કે તાબડતોબ બંનેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી. કોર્ટમાં સુનાવણી દરમિયાન બાળકીના પિતા સુગંથન શિવનાથમે જણાવ્યું કે કોરોના મહામારી અને પ્રતિબંધોની તેની પત્ની પર ખુબ ખરાબ અસર પડી. તેમણે કહ્યું કે તે ડરી ગઈ હતી કે તેને કોરોના થઈ જશે અને તે મરી જશે. ત્યારબાદ તેઓ કોર્ટમાં જ જાેર જાેરથી રડવા લાગ્યા હતા.

કોર્ટમાં રજુ કરાયેલા દસ્તાવેજાે મુજબ સુથા શિવનાથમ અને સુગંઠનના વર્ષ ૨૦૦૬માં અરેન્જ મેરેજ થયા હતા. ત્યારબાદથી તેઓ લંડનમાં રહેતા હતા. જાે કે તેને અંગ્રેજી આવડતું નથી. સુથા શિવનાથમની સારવાર કરનારા એક મનોચિકિત્સકે જણાવ્યું કે કોવિડ-૧૯ મહામારી અને લોકડાઉનના કારણે તેના મગજ પર ઊંડી અસર થઈ છે અને સોશિયલ આઈસોલેશને ગંભીર રીતે માનસિક બીમાર કરી નાખી. આ બાજુ સુથાના પતિએ કહ્યું કે આ ઘટના બાદથી પત્ની સાથે તેમણે વાત કરી નથી. પરંતુ તેમને ખબર છે કે આ ઘટના માટે તે જવાબદાર નથી. તેમણે કહ્યું કે ‘જાે તે સાજી હોત તો અમારી પુત્રીને ક્યારેય મારી શકત નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.