લંડનમાં યોજાઈ કનિકા કપૂરની મહેંદી સેરેમની
મુંબઈ, બેબી ડોલ અને જુગની જી જેવા ગીતો ગાઈને બોલિવુડમાં ફેમસ થયેલી સિંગર કનિકા કપૂર એકવાર ફરી દુલ્હન બનવા માટે તૈયાર છે. કનિકા કપૂર NRI બિઝનેસમેન ગૌતમ હાથીરમાની સાથે શુક્રવારે લગ્ન કરવાની છે.
લગ્ન પહેલા કનિકા અને ગૌતમના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પીઠી બાદ કનિકાની મહેંદી સેરેમની યોજાઈ હતી જેમાં તે પેસ્ટલ ગ્રીન રંગના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગતી હતી. કનિકાએ સોશિયલ મીડિયા પર મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો શેર કરતાં થનારા પતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે.
તસવીરોમાં જાેઈ શકો છો કે, કનિકા કપૂરે ગ્રીન રંગના પેસ્ટલ લહેંગા સાથે ફ્લોરલ જ્વેલરી પહેરી છે. કનિકાના થનારા પતિએ મહેંદી સેરેમનીમાં બેજ રંગનો કુર્તો પહેર્યો હતો.
એક તસવીરમાં ગૌતમ ઘૂંટણિયે બેસીને કનિકાને ફૂલ આપતો જાેવા મળે છે. આવી જ કેટલીક રોમેન્ટિક ક્ષણોની વધુ કેટલીક તસવીરો કનિકાએ શેર કરી છે. તેણે તસવીરો શેર કરતાં લખ્યું, “જી, હું તને ખૂબ પ્રેમ કરું છું.” કનિકાની આ તસવીરો પર કરિશ્મા કપૂર, રિદ્ધિમા કપૂર, કપિલ શર્મા, નીતિ મોહન વગેરે જેવા સેલિબ્રિટીઝ અભિનંદન પાઠવી રહ્યા છે.
આ સિવાય કનિકા કપૂરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે કજરા રે કજરા રે ગીત પર પરિવાર અને મિત્રો સાથે થીરકતી જાેવા મળે છે. આ પહેલા કનિકાના ફેનપેજ દ્વારા પીઠીની વિધિની તસવીરો શેર કરવામાં આવી હતી. પીઠીની રસમમાં કપલે પરિવાર અને મિત્રો સાથે ખૂબ એન્જાેય કર્યું હતું. પીઠીમાં પણ કનિકા ડાન્સ કરતી જાેવા મળે છે. કનિકાની સાથે ગૌતમ પણ ઠુમકા લગાવતો દેખાય છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, કનિકા કપૂર અને ગૌતમની મુલાકાત એક વર્ષ પહેલા થઈ હતી. તેઓ છેલ્લા થોડા મહિનાઓથી રિલેશનશીપમાં હતા અને પછી લંડનમાં જ લગ્નનો ર્નિણય લીધો હતો. જણાવી દઈએ કે, કનિકાના આ બીજા લગ્ન છે.
કનિકાએ ૧૯૯૮માં બિઝનેસમેન રાજ ચંદોક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કનિકા પતિ સાથે લંડન રહેવા જતી રહી હતી. કનિકા અને રાજના ત્રણ બાળકો છે. કનિકા અને રાજે ૨૦૧૨માં છૂટાછેડા લીધા હતા. હવે ૧૦ વર્ષ બાદ કનિકા ગૌતમ સાથે નવું જીવન શરૂ કરવા જઈ રહી છે.SS1MS