લંડનમાં શરીફના ઘર બહાર ચોર ચોરના સુત્રોચ્ચાર કરાયા

લંડન, બ્રિટેનમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના ઘરની બહાર ચોર ચોરના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં
કહેવાય છે કે ૨૦થી વધુ યુવકો માસ્ક લગાવી નવાજ શરીફના ઘરની બહાર પહોંચ્યા અને સુત્રોચ્ચાર કર્યા હતાં. આ માહિતી ડોન ન્યુઝે આપી છે.
માહિતી અનુસાર શરીફના નિવાસની બહાર ૨૦થી યુવકો ચહેરા પર માસ્ક અને હુડ લગાવી જમા થયા હતાં આ દેખાવકારોએ ગો નવાજ ગોના સુત્રોચ્ચાર પણ કર્યા હતાં
તેમાંથી અનેક લોકોના હાથમાં પોસ્ટરો હતાં જેમાં લખ્યુ કે અમે પાક સેનાની સાથે છીએ. અને નવાજ શરીફ ચોર છે
શરીફના પારિવારિક સુત્રોએ કહ્યું કે પ્રદર્શનકારીઓએ પંજાબી ભાષામાં ગાળીઓ આપી અને સુત્રોચ્ચાર કર્યા આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનકારીઓને ભગાડી મુકયા હતાં.
સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે મામલાની ફરિયાદ નોંધાવી છે.આ વિરોધ શરીફના તે વીડિયો સંબોધન બાદ થયો છે
જેમાં પાકિસ્તાન મુસ્લીમ લીગ નવાજ સુપ્રીમોએ રાજનીતિક મામલામાં સેનાના કહેવાતા હસ્તક્ષેપની ટીકા કરી હતી.પદેથી હટાવવામાં આવેલ શરીફ નવેમ્બર ૨૦૧૯થી તબીબી સારવાર પર જામીન પર છે.HS