લંડનમાં સારવાર કરાવી રહેલ નવાજ શરીફનું બોન મૈરો ટેસ્ટ કરાવાશે
લંડન, પાકિસ્તનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફનું હ્દય રોગ અને લોહી સંબંધી જટિલતાઓ માટે તેમનું બોન મૈરો ટેસ્ટ કરાવવામાં આવશે.તેમના પુત્ર હુસૈન નવાજે કહ્યું કે હજુ તેમનું બોન મૈરો ટેસ્ટ સૌથી મહત્વપૂર્ણ છે.મારી વિનંતી છે કે દરેક કોઇ તેમના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી લાહોર હાઇકોર્ટે શરીફને ચાર અઠવાડીય માટે વિદેશ જવાની મંજુરી આપી હતી ત્યારબાદ ચિકિત્સા સારવાર માટે ૬૯ વર્શીય શરીફને એયર એમ્બ્યુલન્સમાં ૧૯ નવેમ્બરે લંડન લઇ જવામાં આવ્યા હતાં.
બોન મૈરો ટેસ્ટથી કબર પડશે કે શું કોઇ વ્યક્તિની અસ્થિ મજજા સ્વસ્થ છે અને લોહી કોશિકાઓની સામાન્ય માત્રા બની રહી છે કે નહીં. આ પ્રક્રિયાનો ઉપયોગ ડોકટરો દ્વારા કેટલાક કેન્સર સહિત લોહી અને મજજા રોગોની સારવાર અને તપાસ માટે કરવામાં આવે છે. કહેવાય છે કે શરીફના શરીરમાં લોહીમાં પ્લેટલેટ્સની માત્રા ઓછી થઇ રહી છે જેને કારણે ડોકટરોએ તેમનો બોન મૈરો ટેસ્ટ કરાવવાની બાબતે નિર્ણય કર્યો છે.
શરીફ પરિવારે પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ પીએમએલ એનના સર્વોચ્ચ નેતાને વિશેષ સારવાર માટે અમેરિકા લઇ જઇ શકાય છે શરીફના અંગત ચિકિત્સક ડો અદનાન કાને કહ્યું હતું કે તેમને આવનારા દિવસોમાં એક એજિયોગ્રામથી પસાર થવું પડશે ત્યારબાદ હાર્ટ પ્રોસીજર બાદ કરવામાં આવશે. શરીફ ત્રણ વાર વડાપ્રધાન રહી ચુકયા છે. શરીફને પ્રતિરક્ષા પ્રણાલીની બીમારી હોવાની માહિતી મળી હતી ત્યારબાદ પાકિસ્તાનમાં ડોકટરોની ભલામણ કરી હતી કે તેમને સારવાર માટે વિદેશ જવું જાઇએ કારણ કે દેશમાં સર્વોત્તમ સંભવ સારવાળ છતાં તેમની સ્થિતિ સતત બગડતી જઇ રહી હતી.
પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાનને ગત વર્ષ ડિસેમ્બરમાં ભ્રષ્ટાચારના એક મામલામાં સાત વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ તેમને ચિકિત્સા આધાર પર ગત મહીને જામીન આપવામાં આવ્યા હતાં.