Western Times News

Gujarati News

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ

મુંબઈ: સમગ્ર દુનિયા હાલના સમયમાં કોરોના વાયરસના પ્રકોપનો ભોગ બની છે. દરેક દેશ કોરોના વાયરસમાંથી છૂટકારો મેળવવા માટે પોતપોતાની રીતે કોશિશ કરી રહ્યાં છે. અનેક દેશોએ આ ખતરનાક વાયરસથી બચવા માટે પોતાના નિયમો પણ કડક કર્યા છે. આ દરમિયાન બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને મૌની રોય પર પણ યુકેમાં કાયદો ભંગ કરવા બદલ પગલા લેવાય શકે છે. કાયદો દોડવા માટે બન્ને એક્ટ્રેસની ધરપકડ પણ થઈ શકે છે.

સોનમ કપૂર અને મૌની રોય સામે બ્રિટનમાં ૧૪ દિવસનો ક્વોરન્ટીન લાૅ તોડવા અને અન્યની જિંદગી ખતરામાં નાખવા માટે કેસ પણ થઈ શકે છે. ઉપરાંત ૧૦૦૦ યુરોનો દંડ પણ થઈ શકે છે. સોનમે સેન્ટ્રલ લંડનમાંથી વર્કઆઉટ કરતાં અને મૌનીએ બ્રિટિશ કેપિટલમાંથી એક કેફેમાંથી કોફી પીતા તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. ભારતમાં કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન સોનમ કપૂર દેશમાં જ હતી. થોડા દિવસ પહેલા જ તે પોતાના પતિ આનંદ આહૂજા સાથે લંડન પહોંચી હતી. તેણે આ વાતની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી.

મૌની રોય ગત ચાર મહિનાથી યુએઈમાં પોતાના એક દોસ્તના ઘરે હતી અને તેણે સમગ્ર લોકડાઉન ત્યાં જ પસાર કર્યું હતું. ચાર દિવસ પહેલા તે લંડન પહોંચી હતી અને તેણે કહ્યું છે કે, તે એક ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે જાેકે,નિયમ અનુસાર તેને ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીનમાં જ રહેવાનું હોય છે.

યુકે સરકાર અનુસાર, જાે કોઈ વ્યક્તિ બ્રિટનની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યું હોય તો તેને ૧૪ દિવસ ક્વોરન્ટીન પીરિયડમાં રહેવું પડશે. આ ૮ જૂનથી અનિવાર્ય કરવામાં આવ્યું છે. જાે કોઈ આ નિયમનું પાલન નહીં કરે તો તેને ૧૦૦૦ યુરોનો દંડ અથવા તો કેસનો સામનો પણ કરવો પડી શકે છે. આ નિયમ માત્ર બહારના લોકોને લાગુ પડે તેવું નથી, અન્ય દેશમાંથી પરત ફરતા બ્રિટિશ નાગરિકોને પણ આ નિયમ લાગુ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.