Western Times News

Gujarati News

લંડન સ્થિત ભારતીય દુતાવાસ બહાર ભારતનાં બંધારણની કોપી સળગાવવાનું પાકિસ્તાનનું ષડયંત્ર

લંડન, લંડન સ્થિત ભારતીય દૂતાવાસ બહાર ૨૬ જાન્યુઆરીના રોજ પાકિસ્તાની પ્રદર્શનકારીઓ એકતા થઈ ભારતીય બંધારણની કોપીઓને સળગાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું . વિરોધ પ્રદર્શન માટે લોકોને ભેગા કરવાની પણ શરુઆત કરવામાં આવી હતી. જેનાં કારણે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનરે બ્રિટનની ગૃહમંત્રીને મળીને ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય સમુદાયના લોકોએ પણ પત્ર લખીને પ્રદર્શન પર બેન લગાવવા માંગણી કરી રહ્યાં છે.

લંડનમાં રહેતા પાકિસ્તાની ૨૬ જાન્યુઆરીનાં રોજ ભારતીય દુતાવાસની બહાર વિરોધ પ્રદર્શનનાં બહાને ભારતીય બંધારણની કોપીઓ સળગાવવાની ફિરાકમાં છે. જેને અટકાવવા માટે ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતી પટેલ સાથે મુલાકાત કરી છે. લંડન ખાતેનાં ભારતીય ઉચ્ચાયોગનાં સત્તાવાર ટિ્‌વટર હેંડલ પરથી કરાયેલા ટ્ટવીટમાં કહેવામાં આવ્યું છે તે ‘હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલને મળ્યા છે અને ભારત- બ્રિટનનાં સંબંધો વધારવાનાં મુદ્દે ચર્ચા કરી છે.

આ દરમિયાન રુચિ ઘનશ્યામે ભારતીય દુતાવાસ પર ગણતંત્રનાં દિવસે વિરોધ પ્રદર્શનના સડયંત્ર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલને સુરક્ષા ચિંતાથી અવગત કરાવ્યાં છે.’

ઓવરસીજ ફ્રેંજ્સ ઓફ બીજેપીનાં અધ્યક્ષ કુલદીપ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ‘અમે લંડનનાં મેયર, પોલીસ કમિશનર અને ગૃહ મંત્રાલયને પત્ર લખવાનાં છીએ. આ મુદ્દાને બ્રિટનનાં પ્રધાનમંત્રી સમક્ષ ઉઠાવવાનો પણ પ્રયાસ કરી રહ્યાં છીએ.પ્રદર્શન કરનારા સંગઠન તહરીક- એ-કાશ્મીર યૂકેના અઘ્‌યક્ષ ફાહિમ ક્યાનીનું કહેવું છે કે તહરીક-એ- કાશ્મીર યૂકે અને આ રીતનાં સંગઠનો મળીને ભારતીય દુતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરશે. સાથે સાથે ભારતીય બંધારણની કોપીઓ સળગાવવામાં આવશે. તેમડ ક્યાનીનાં કહેવા પ્રમાણે પ્રદર્શનમાં ખાલિસ્તાન સમર્થન સંગઠન પણ જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.