લકઝરી બસોમાં માલસામાન લાવી GST ચોરીનું કૌભાંડ

પાલિતાણા, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ દાખલ કર્યા બાદ હજુ પણ વિવિધ પ્રકારે ટેકસની ચોરીઓ કરવામાં આવી રહી છે.
જેથી આવા વેપારીઓ સામે પગલાં ભરવા બુમરાણ મચી છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા, ગારિયાધાર તેમજ મહુવામાંથી મુંબઈ તેમજ સુરત વચ્ચે દોડતી લકઝરી બસો મારફતે વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત માલસામાન ઠાલવવામાં આવે છે.
સાથે મુંબઈથી સસ્તો સામાન લાવીને જીએસટીની મોટા પ્રમાણમાં ચોરીઓ કરી સરકારને ચૂનો લગાડી રહ્યા છે. ભાવનગર જીએસટીના અધિકારીઓ તેમજ પોલીસ મુંબઈ-સુરત તરફથી વહેલી સવારમાં આવતી લકઝરી બસોની સઘન તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.