લક્ષચંડી મહોત્સવમાં 500 ક્વિન્ટલ ઘઉં, તુવેર દાળ 35 ટનનો વપરાશ થશે
ઊંઝા મુકામે ઉમિયા માતા ના પટાંગણમાં લક્ષચંડી મહોત્સવમાં અન્નપુર્ણા ભવનની તૈયારીઓ પૂર્ણ અને રેકોર્ડ બન્યા
ઊંઝા મુકામે યોજાનાર લક્ષ ચંડી મહોત્સવ ની બધી જ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં અગત્યની અને મહત્વનું આયોજન અન્નપુર્ણા ભવન ની તૈયારી પૂરજોશમાં જોવા મળેલી છે જે તૈયારી અંગે ખાદ્ય ચીજ વસ્તુઓમાં ખાસ કરીને 3200 ડબા ઘી, 2500 ડબા તેલ, 500 ક્વિન્ટલ ઘઉં , 11 ટન સોજી, ખાંડ 50 ટન, ચણાનો લોટ કકરો 11 ટન , ચોખા 7500 કિલો , તુવેર દાળ 35 ટન વગેરે ખાદ્યચીજો નો વપરાશ થઈ જવા રહ્યો છે.
લક્ષચંડી મહોત્સવની અંદર ઘણા બધા રેકોર્ડ પણ બનાવવામાં આવે છે જેમાં પ્રસાદ રૂપે 16 લાખ ૭૦ હજાર લાડુ બનાવવામાં આવેલ છે અને પર્યાવરણના જતન માટે લક્ષચંડી મહાયજ્ઞ માં બિયારણ ભરેલા 20000 ફુગ્ગા હવામાં ઉડાડવામાં આવ્યા આજે વિશ્વ વિક્રમ તરીકે ગણાશે. મા ના નામનો જયઘોષ ૧૧ વખત 8890 લોકોના સાથે મળીને જયઘોષ બોલાવવામાં આવ્યા અને કોઈપણ કુરિયર સુવિધા વગર દશ લાખ કંકુ પત્રિકા ઘરે ઘરે પહોંચાડવામાં આવી. (રાજેશ જાદવ પાટણ)