‘લક્ષ્મી બોમ્બ’ના નિર્માતોને કરણી સેનાની લિગલ નોટિસ
મુંબઇ, અક્ષયકુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બનુ ટ્રેલર જ્યારથી રિલિઝ થયુ છે ત્યારથી આ ફિલ્મ વિરોધનો સામનો કરી રહી છે. લક્ષ્મી બોમ્બ લવ જેહાદને પ્રોત્સાહન આપી રહી હોવાના આરોપો સાથે સોશ્યલ મીડિયા પર તેના બહિષ્કારની પણ ઝુંબેશ ચાલી રહી છે .ઘણાને તેના નામ સાથે પણ વાંધો છે.કારણકે લોકોનુ કહેવુ છે કે, માતા લક્ષ્મી સાથે આવુ બેહુદુ નામ જોડવાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે.હવે ફિલ્મના નિર્માતાઓને રાજપૂત કરણી સેના તરફથી કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે.જેમાં ફિલ્મનુ નામ બદલવાની માંગણી કરાઈ છે.
નોટિસમાં કહેવાયુ છે કે, ફિલ્મનુ ટાઈટલ ભારે આપત્તિજનક છે.જાણી જોઈને દેવી લક્ષ્મીનુ અપમાન કરવા માટે નિર્માતાઓએ આ પ્રકારનુ ટાઈટલ રાખ્યુ છે.નોટિસમાં કહેવાયુ છે કે, નિર્માતાઓ હિન્દુ સમાજની બીનશરતી માફી માંગે .કારણકે ફિલ્મમાં હિન્દુ ધર્મ સામે ખોટો સંદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા હિન્દુ સેનાએ પણ ફિલ્મનુ નામ બદલવાની અને દેખાવો કરવાની ધમકી આપી હતી.