‘લક્ષ્ય’ – સ્કિલએક્ષ્પો-૨૦૨૨નો ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), કુબેરનગરખાતે શુભારંભ
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), કુબેરનગર, અમદાવાદ ખાતે‘લક્ષ્ય’ – સ્કિલએક્ષ્પો-૨૦૨૨નો શુભારંભ થયો છે
જે તા. ૧૪/૦૬/૨૦૨૨ થી ૧૬/૦૬/૨૦૨૨ દરમિયાન ચાલવાનો છે. આ એક્સ્પોમાં સંસ્થાના તાલીમાર્થીઓને સંસ્થામાં શીખવેલ સ્કિલને આધારે જે પ્રોજેક્ટ/ ઈનોવેટીવ મોડેલ/ચાર્ટ બનાવી પ્રદર્શિત કરવામાં આવેલ છે.
સંસ્થાના તાલીમાર્થીઓએ પોતાના ઈનોવેટીવ આઇડીયા દ્વારા આધુનિક ટેકનોલોજીને અનુરૂપ પ્રોજેક્ટ/ ઈનોવેટીવ મોડેલ/ચાર્ટ બનાવેલ છે. જેનાથી અને તેમના કૌશલ્યનો વિકાસ થાય, ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબનું કુશળ માનવબળ મળી રહે, તે હેતુંથી આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન નિહાળવા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને શાળા/કોલેજના વિદ્યાર્થીઓ સંસ્થાની મુલાકાત લઇ સંસ્થાની ગતિવિધીઓથી અવગત થયા છે.
આનાથી ઉદ્યોગોમાં એપ્રેંટીસ અને આઇ.ટી.આઇ.ની મંજુર બેઠકો મહત્તમ ભરી શકાશેસાથોસાથ રોજગારીની તકો વધવા થકી વોકેશનલ બેઝ્ડ સ્કિલ તાલીમનો હેતુ સિદ્ધ થશે.એક્સ્પોના પ્રથમ દિવસે ૪૫૦૦ થી વધારે યુવાનોએ મુલાકાત લીધી હતી. આત્રિ દિવસીય એક્સ્પોમાંકુલ ૧૦,૦૦૦ થી વધુ યુવાનો લાભ લેનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા ચલાવવામાંઆવતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), કુબેરનગર, અમદાવાદએ વોકેશનલ બેઝ્ડ સ્કિલ તાલીમ આપતી સંસ્થા છે. તેનો ઉદ્દેશ કૌશલ્ય પ્રાપ્તિ દ્વારા યુવાનોને સ્વયંપૂર્ણ અને સ્વાવલંબન થકી નિર્વાહ ચલાવવા માટે શક્તિમાન બનાવી સામાજીક પરિવર્તન લાવવાનો છે.