લખતરમાંથી દેશી બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

લખતર, લખતર તાલુકામાં ગેરકાયદેસર હથિયાર રાખવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે અતર્ગત જિલ્લા પોલીસ અધિકક્ષકે સૂચના આપીને તમામ ગેરકાયદેસર હથિયાક રાખનાર સામે સત્વરે કાર્યવાહી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેો. આ સૂચના હેઠળ પોલીસ આદેશ પર સક્રીય હતી.જે અનુસંધાનમાં બાતમી આધારે લખતરમાંથી એક શખ્સ બંદૂક સાથે પકડાયો હતો.
એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે રહિમખાન કાળુખાન ડફેર ( રહે ઓળક તા લખતર )વાળો પોતાની પાસે ગે.કા. દેશી હાથ બનાવટની બંદુક રાખે છે અને હાલ બંદુક પોતાના રહેણાંકના ઝુંપડામાં રાખેલ છે.
જે બાતમી આધારે ઓળક ગામે રહેણાંકના ઝુંપડામાંથી આરોપી મહેબુબભાઇ ઉર્ફે રહિમ કાળુભાઇ નથવાણી ઉવ.૨૧ ( રહે ઓળક તા.લખતર ) વાળો મળી આવતા તેના કબજામાંથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક કી.રૂા.૨૦૦૦ની મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ હથિયાર પોતા દાદા હસનખાન મોડભાઇ નથવાણી ( રહે.ઓળકતા.લખતર ) વાળાનું હોવાનું જણાવતા મજકુર ઇસમો વિરૂધ્ધ લખતર પો.સ્ટે.માં હથીયાર ધારા એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.HS