લખનઉ એરપોર્ટ પર ભૂપેશ બઘેલની અટકાયત કરતા ધરણાં શરૂ કર્યાં

લખનઉ, યુપીના લખીમપુર ખીરીમાં ૪ ખેડૂતો સહિત ૮ લોકોના મોત મામલે રાજકારણ ગરમાયુ છે. મામલામાં તમામ વિપક્ષી દળ સતત યોગી સરકાર પર માછલા ધોવાનું શરૂ કર્યુ છે. તો વળી સરકારે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને તમામ નેતાઓને લખીમપુર ખીરી જતા રોક્યા છે.
આ મામલામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ થઈ ચુકી છે. તો વળી આજે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલને પણ લખનઉ એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓએ રોકી લીધા હતા. સીએમ ભૂપેશ બધેલે એરપોર્ટ બહાર આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ વિરોધમાં ભૂપેશ બઘેલ લખનઉ એરપોર્ટની અંદર જમીન પર બેસીને ધરણા આપવા લાગ્યા હતા.
તો
વળી કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રમોદ તિવારી અને પીએલ પુનિયામને એરપોર્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. બંને પૂર્વ સાંસદ છતીસગઢના મુખ્યમંત્રીના સ્વાગત માટે લખનઉ એરપોર્ટ પહોંચ્યા હતા.
એરપોર્ટ પરિસરમાં પૂર્વ સાંસદ પ્રમોદ તિવારી અને પૂર્વ સાંસદ પીએલ પુનિયાને પ્રવેશ કરવાની મંજૂરી મળી નથી.આ બાજૂ લખીમપુર ખીરીમાં પ્રિયંકા ગાંધીને લઈને ચાલી રહેલા કોંગ્રેસના આંદોલનને જાેતા પોલીસે જિલ્લાની સરહદો પર નાકાબંધી કરી દીધી છે. હવે શહેરોને ચારે તરફથી બેરકેડીંગ કરી દેવામાં આવ્યુ છે.અને સુરક્ષા વધારાઇ છે.HS