Western Times News

Gujarati News

લખનઉ ખાતે ‘ગુજરાત – ઉત્તર પ્રદેશ મૈત્રી દિવસ’ની ઉજવણી

રાજ્યપાલ શ્રી આનંદીબહેને આત્મીયભાવથી ગુજરાતના કલાકારોને રાજભવનમાં આમંત્રિત કર્યા

રાજ્યપાલશ્રીએ હમવતન કલાકારો સાથે ‘ગુજરાતી’માં મનભરીને વાતો કરી-ગુજરાતના કલાકારોએ રાજભવનના આતિથ્યને માણ્યું…

ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ‘ઉત્તર પ્રદેશ -ગુજરાત મૈત્રી દિવસ’ કાર્યક્રમનું આયોજન ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે તા.૨૩ મે, ૨૦૨૨ ને સોમવારના રોજ કરવામાં આવ્યું હતું.

લખનઉના સંત ગાડગેજી મહારાજ ઓડિટોરીયમ, ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદી બેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રીએ ગુજરાતથી ઉત્તર પ્રદેશ પહોંચેલા અધિકારીશ્રીઓ અને કલાકારોને આત્મીયભાવથી રાજભવન ખાતે આમંત્રીત કર્યા હતા.

રાજભવનમાં રાજ્યપાલશ્રીએ હમવતન કલાકારો સાથે મનભરીને વાતો કરી હતી. શ્રીમતી આનંદીબેન પટેલે કલાકારો સાથે ગુજરાતની સંસ્કાર-સંસ્કૃતિને ઉજાગર કરતા સંસ્મરણો વાગોળ્યા હતા.

ઘણા સમય પછી લખનઉના રાજભવનમાં રાજ્યપાલશ્રીએ ગુજરાતી ભાષામાં વાતો કરીને આમંત્રિતોને આવકાર્યા હોવાનું જણાયું હતું. ગુજરાતના કલાકારોએ પણ રાજભવનના આતિથ્યને મનભરીને માણ્યું હતું.

રાજ્યપાલશ્રી લખનૌ ખાતે રાજભવનના એક એક સ્થળની સાથે રહીને મૂલાકાત કરાવી હતી. આ સમયે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ શ્રી અશ્વિનીકુમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.