લખનઉ-મુંબઈ એક્સપ્રેસમાં મહિલા પર થયેલા કથિત રેપ કેસમાં ૪ની ધરપકડ
લખનૌ, લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં એક મહિલા સાથે કથિત સામૂહિક બળાત્કારના આરોપસર ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે ૪ લોકો હજુ પણ ફરાર છે અને પોલીસે તેમની તપાસ કરી રહી છે. શુક્રવારે રાતે ૮ઃ૦૦ વાગ્યા આસપાસના સમયે ૭-૮ જેટલા લૂંટારૂઓ લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં ઘૂસી ગયા હતા.
તમામ લૂંટારૂઓએ આશરે ૧૫થી ૨૦ મુસાફરોને લૂંટી લીધા હતા. આરોપીઓએ યાત્રીઓ પાસેથી રોકડ અને કિંમતી વસ્તુઓ આંચકી લીધી હતી. અચાનક બનેલી આ ઘટના બાદ મુસાફરોમાં ડરનો માહોલ છવાયેલો છે.
મુસાફરોને લૂંટ્યા બાદ લૂંટારૂઓએ ટ્રેન દ્વારા મુસાફરી કરી રહેલી એક ૨૦ વર્ષીય મહિલા સાથે પહેલા તો ગેરવર્તણૂંક કરી હતી અને બાદમાં ચાલુ ટ્રેને તેના સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે જાણ થયા બાદ કલ્યાણ જીઆરપીએ લૂંટ અને દુષ્કર્મનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.HS