લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી વિરુદ્ધ ૬ વિકેટથી જીત મેળવી
નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૨ની ૧૫મી મેચમાં બન્ને ધરખમ ટીમો વચ્ચે જાેરદાર રોમાંચ જાેવા મળ્યો હતો. ગુરુવારે સાંજે રમાયેલી લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટે માત આપી. આ સાથે જ લખનઉની ૪ મેચોમાં ત્રીજી જીત છે. કેએલ રાહુલની કેપ્ટનશિપમાં આ ટીમ ખુબ જ સારું પ્રદર્શન કરી રહી છે અને કેપ્ટન પણ આ વાતને લઈને ખુબ જ ખુશ છે.
રાહુલે તે ખેલાડીઓની જાેરદાર પ્રશંસા કરી જેમણે આ મેચમાં કમાલનું પ્રદર્શન કર્યું, પરંતુ અમુક ચીજાેના કારણે રાહુલ ખુશ દેખાતો નહોતો.
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુરુવારે ૬ વિકેટથી જીત મેળવ્યા બાદ પોતાના બોલરોના શાનદાર પ્રયાસની પ્રસંશા કરી, પરંતુ સાથે જણાવ્યું કે ટીમને પાવરપ્લેમાં રોન રોકવા પર કામ કરવું પડશે.
દિલ્હીની ટીમે પાવરપ્લે દરમિયાન કોઈ વિકેટ ગુમાવ્યા વગર ૫૨ રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ લખનઉના બોલરોએ મેચમાં વાપસી કરીને દિલ્હીના બેટરો પર રીતસરના ત્રાટક્યા હતા અને ૩ વિકેટ ખેરવીને ૧૪૯ રન જ બનાવવા લીધા હતા.
લખનઉની ટીમે ચાર વિકેટ ગુમાવીને ૧૫૫ રન બનાવીને જીત હાંસલ કરી. રાહુલે મેચ પુરી થયા બાદ જણાવ્યું હતું કે, બોલિંગમાં અમે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ પાવરપ્લેમાં (રનો પર અંકુશ લગાવવા માટે) હજુ વધારે હોમવર્ક કરવું પડશે. અમે જબરદસ્ત જુસ્સો દેખાડ્યો. પાવરપ્લે બાદ બોલરો સાથે વાત કરી અને તેમણે યોગ્ય લાઈન અને લેન્થ પર બોલિંગ કરી હતી.
તેણે જણાવ્યું કે, અમને ખબર હતી કે અમારે કેટલો મોટો લક્ષ્યાંક હાંસિલ કરવાનો છે. ઝાકળની અસર તમામ ટીમના મનમાં અંકાઈ ગઈ છે અને એટલા માટે ટોસ જીતીને તમામ ટીમ પહેલા ફિલ્ડિંગ કરી રહી છે.
કેએલ રાહુલનું માનવું છે કે ટીમના બોલરો હજુ પણ પાવરપ્લેમાં સારું પ્રદર્શન કરી રહ્યા નથી. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે જણાવ્યું કે, ઝાકળના કારણે બોલિંગ કરવી મુશ્કેલ હતી, પરંતુ સાથે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે અમારી ટીમે ૧૦-૧૫ રન ઓછા બનાવ્યા હતા. પંતે જણાવ્યું, નિશ્ચિત રીતે જ્યારે આ પ્રકારે ઝાકળ પડે છે તો તમે કોઈને પણ ફરિયાદ કરી શકતા નથી.
પરંતુ અમે બેટિંગ દરમિયાન ૧૦-૧૫ રન ઓછા બનાવ્યા. અમે છેલ્લા બોલ સુધી અમારું ૧૦૦ ટકા આપવા માગતા હતા. તેમણે ઉમેર્યું કે, અમે પાવરપ્લેમાં સારા રન બનાવ્યા પરંતુ વચ્ચેની ઓવરોમાં સમીકરણ બદલાઈ ગયા.
સ્પિનરોએ ખુબ જ સારી બોલિંગ કરી, પરંતુ અમે ૧૦-૧૫ રન ઓછા બનાવ્યા. ક્વિટન ડિકોકને મેચમાં ૮૦ રનની ઈનિંગ માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.SSS