લખનૌમાં ઝેરીલી શરાબ પીવાથી ત્રણના મોત નિપજયાં
લખનૌ, દિવાળી પર ઝેરીલી શરાબ પીવાથી ત્રણ લોકોના મોત નિપજયા છે.લખનૌના બંથરા પોલીસ સ્ટેશન વિસ્તારના લતીફ નગરના રસુલપુરમાં ઝેરી શરાબ પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. એકની હાલત ગંભીર છે આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને ઠેકો પોલીસે બંધ કરાવી દીધો છે.
શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જયારે ગંભીર રીતે બીમાર પડેલની સારવાર ચાલી રહી છે.આ મામલે સરકારી કોટેદાર નનકઉની ભૂમિકા શંકાસ્પદ માનતા પોલીસે તેને હિરાસતમાં લીધો છે. ધટના બંથરાના કસુલપુર લતીફ નગર ગામની છે મૃતકોમાં મોહમ્મદ અનીસ રાજકુમાર અને એક અન્યનું મોત થયા છે. આ લોકોએ લતીફ નગરના સરકારી ઠેકાથી શરાબ લીધી હતી. આ લોકોએ વિંડીજ નામની શરાબ લીધી હતી અને રાશન કોટેદાર નનકઉના ઘરમાં તેને પીધી હતી.HS