લખનૌમાં પ્રચંડ ઓક્સિજન સિલિ. વિસ્ફોટમાં બેનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/lucknow.jpg)
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરતા સમયે મોટી દુર્ઘટના થઇ છે. રિફિલિંગ દરમિયાન સિલિન્ડર ફાટતા બે લોકોના મોત થયા છે, જ્યારે એનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ત્યાં પહોંચેલી પોલીસ રાહત અને બચાવ કાર્ય શરુ કર્યુ છે.
આ દુર્ઘટના ચિનહટના કેટીના ઓક્સિજન પ્લાન્ટમાં બની છે. કોરોના મહામારી વચ્ચે રાજધાની લખનઉના દેવા રોડ સ્થિત, કેટી ઓક્સિજન પ્લાંટ પર બુધવારે ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. સિલિન્ડર ફાટવાથી ૨ લોકોના મોત થયા છે અને ૬ કરતા વધારે લોકો ઘાયલ થયા છે. પ્લાન્ટમાં કામ કરતા એક વ્યક્તિનો હાથ આ વિસ્ફોટ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો છે.