લખનૌમાં બે રોડવેજ બસોની ટકકરથી છ લોકોના મોત
લખનૌ, ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં બે રોડવેજ બસોની આમને સામને ટકકર થતા છ યાત્રીકોના મોત નિપજયા છે જયારે અનેક લોકોને ઇજા થઇ છે. ઇજા પામેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જયાં કેટલાકની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર કાકોરી હરદોઇ રોડની પાસે આ ભૂષણ ઘટના બની હતી એક રોડવેજ બસ લખનૌથી હરદોઇ અને બીજી હરદોઇથી લખનૌ જઇ રહી હતી આજે સવારે ૬.૩૦ કલાકે દુર્ઘટના થઇ આ ઘટનાથી બુમાબુમ થઇ ગઇ હતી અને છ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં.એસીપી એસએમ કાસિમ આબિદીએ કહ્યું કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઇજા પામેલાઓને લખનૌની ટ્રામા સેન્ટર મોકલી આપ્યા હતાં. મૃતકોમાં મહિલાઓનો પણ સામેલ થાય છે. ઇજા પામેલાઓમાંથી કેટલાકની હાલત ગંભીર છે આથી મૃત્યુ આંક વધી શકે છે.HS