Western Times News

Gujarati News

લખનૌમાં મોટા ભાગની હોસ્પિટલો પાસે લાઈસન્સ નથી :દરોડા પડાયા

પ્રતિકાત્મક

લખનૌ: ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ ચાર્જ વસુલવામાં આવતો હોવાથી જિલ્લા પ્રશાસનની ૬ ટીમ દ્વારા ૪૫ હોસ્પિટલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મોટા ભાગની હોસ્પિટલો પાસે લાઈસન્સ જ નહતું. અમુક હોસ્પિટલોનું લાઈસન્સ એક્સપાઈરી થઈ ગયું હતું. મોટાભાગની હોસ્પિટલોમાં ડોક્ટર્સ ગેરહાજર હતા.

દરોડા દરમિયાન જાેવા મળ્યું કે, એક હોસ્પિટલમાં તો બીએસસી પાસ સંચાલક જ દર્દીની સારવાર કરતો હતો. નર્સિંગ અને ઓટી ટેક્નિશિયનનું કામ વિદ્યાર્થીઓને સોંપવામાં આવ્યું હતું. આટલુ જ નહીં, ઓપરેશન થિયેટર (ઓ.ટી)ના ફ્રિજમાં દવાઓની જગ્યાએ બિયરની બોટલો મળી આવી હતી. દરોડા પછી જિલ્લાઅધિકારી અભિષેક પ્રકાશના આદેશથી સીએમઓ ડૉ. મનોજ અગ્રવાલે ૨૯ હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. તે સાથે જ ચેતવણી આપી છે કે, હોસ્પિટલ પ્રશાસન તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો સીલિંગની કાર્યવાહી કરાશે.

દુબગ્ગાથી બુદ્ધેશ્વર રોડ પર અપગ નગર મેજિસ્ટ્રેટ સપ્તમ શૈલેન્દ્ર કુમાર અને ડૉ. આરસી ચૌધરીએ અડધો ડઝનથી વધારે હોસ્પિટલમાં અચાનક દરોડા પાડ્યા હતા. તેમાંથી મેડવિન હોસ્પિટલમાં ખામીઓ દેખાતા તે હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. બીજી બાજુ હરદોઈથી આઈઆઈએમ રોડ પર અપર નગર મેજિસ્ટ્રેટ ષષ્ઠમ સૂર્યકાંત ત્રિપાઠી અને ડૉ. કેડી મિશ્રાના નેતૉત્વમાં ટીમે કુલ૧૨ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સૈફાલિયા આઈ કેર એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર મળ્યા નહતા. રજિસ્ટ્રેશનનું સર્ટીફિકેટ પણ એક્સપાઈરી થઈ ગયું હતું.

કાકેરીથી દુબગ્ગા રુટ પર ડેપ્યૂટી કલેક્ટર પ્રજ્ઞા પાંડે અને ડૉ. દિલીપ ભાર્ગવના નેતૃત્વમાં નીકળેલી ટીમે ચાર હોસ્પિટલોનું નિરિક્ષણ કર્યું હતું. પહેલાં કેન્સર હોસ્પિટલમાં ખબર પડી કે તેનું લાઈસન્સ ૩૦ એપ્રિલ ૨૦૨૧એ એક્સપાઈરી થઈ ગયું છે. અહીં ૨૦ બેડને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અહીં ૩૧ બેડ હતા. ઓટી અને વોર્ડમાં કોઈ સફાઈ નહતી. રેકોર્ડ તપાસ કરતાં દર્દીઓના એનાલિસિસમાં પણ કૌભાંડ જાેવા મળ્યું. બીજી બાજુ કાકેકી હોસ્પિટલમાં ના ડોક્ટર હતો ના સારવારની કોઈ સુવિધા હતી. માત્ર બે બેડ હતા અને રજિસ્ટ્રેશનના દસ્તાવેજ પણ કોઈ દેખાડી શક્યુ નહતું. અન્ય હોસ્પિટલોની હાલત પણ કાંઇક આવી જ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.