લખનૌમાં વકીલની ઘાતકી હત્યા કરનાર બે સગા ભાઈની ધરપકડ
લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સોમવારે મોડી રાત્રે બે જિલ્લાની સંયુક્ત પોલીસ ટીમે વકીલને કિડનેપ કરીને તેની હત્યા કરનાર બે યુવકની ધરપકડ કરી હતી. પોલીસ ટીમે જણાવ્યું હતું કે બંને આરોપી સંબંધોમાં સગા ભાઇ છે. વકીલ દ્વારા કરવામાં આવતી વાંધાજનક ટિપ્પણીથી કંટાળીને બંને ભાઈઓએ વકીલનું અપહરણ કરીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયા બાદ આરોપી ભાઈઓએ પોલીસને જણાવ્યું હતું કે મૃત્તક અમને નપુંસક કહેતો હતો.
આખો મામલો લખનૌના કૈસરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલકુઆ મકબુલગંજનો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય એડવોકેટ નીતિન તિવારીના ભાઈ મયંકે શનિવારે સાંજે તેમના અપહરણની આશંકાએ સ્થાનિક કૈસરબાગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જે બાદ રવિવારે ઉન્નાવ જિલ્લાના મૌરાવા વિસ્તારના પિસંદા ગામમાં રસ્તાની બાજુમાં ઝાડીઓમાં વકીલની લાશ મળી હતી. ઉન્નાવ પોલીસની સૂચના પર મયંકના પરિવારે મૃતદેહની ઓળખ કરી હતી, ત્યારબાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
એડીસીપી વેસ્ટ રાજેશકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રવિવારે વકીલની લાશ મળી હતી, તે પછી ઉન્ના પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં ખુલાસો થયો છે વકીલની ગળું દબાવ્યા બાદ તેના માથામાં ભારી વસ્તુથી હુમલો કરવાને કારણે તેનું મોત થયું છે. લાશવી ઓળખ થયા બાદ લખનઉ પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે. શનિવારે વકીલ નીતિન તિવારી પાડોશમાં રહેતા પ્રવીણ અને વિપિન અગ્રવાલ વકીલને કારમાં જાેડે લઈ ગયા હતા. જે બાદ તિવારી ઘરે આવ્યા ન હતા. બંને યુવક સગાભાઈ હતા. આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને સોમવારે રાત્રે બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી.
વકીલની હત્યા કરનાર બંને ભાઈઓની ધરપકડ કર્યા બાદ આરોપીઓએ હત્યાનું કારણ જણાવતા કહ્યું હતું કે, બંને ભાઈ વકીલો નીતિન તિવારીના પાડોશી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે એડવોકેટ નીતિન તેમના પર વારંવાર વાંધાજનક ટિપ્પણી કરતો હતો, જેને લઈને બંને ભાઈઓ ખૂબ જ પરેશાન હતા. આને કારણે બંને ભાઈઓએ પીજીઆઇ પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત આર્મી કોલોનીમાં મકાન લીધું હતું.
આરોપીએ કહ્યું કે સૈનિક કોલોની રહેતા હોવા છતાં એડવોકેટ નીતિને તેમના પર ટિપ્પણી કરવાનું બંધ ન કર્યું, તે ઘણીવાર ફોન કરીને આવી ટિપ્પણીઓ કરતો હતો. રોજ રોજ આવી ટિપ્પણીથી કંટાળીને બંને ભાઈઓએ એડવોકેટ નીતિનની હત્યા કરવાની યોજના બનાવી હતી, ત્યારબાદ તેઓએ એડવોકેટ નીતિનને બહાનેથી તેમના ઘરે બોલાવ્યા હતા અને તેમની કારમાં ઉન્નાવ લઈ ગયા હતા. કારની અંદર બે ભાઈઓએ મળીને વકીલની હત્યા કરી હતી, ત્યારબાદ ઉન્નાવ જિલ્લાના મૌરવણ વિસ્તારમાં મૃતદેહને રસ્તાની બાજુમાં ફેંકી દીધા