Western Times News

Gujarati News

લખનૌમાં સપા કાર્યાલય સીલ, અખિલેશ યાદવની ધરપકડ

લખનૌ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા દરેક જીલ્લામાં કિસાનોના સમર્થનમાં યાત્રા આયોજીત કરવાનું આહ્‌વાન ક્યા બાદ આજે સવારે લખનૌમાં સપા કાર્યાલયથી લઇ અખિલેશ યાદવના તમામ માર્ગને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. સપા કાર્યકરો સવારે અખિલેશ યાદવના નિવાસ તરફ આગળ વઘ્યા તો પોલીસ કર્મચારીઓએ તેમની ધરપકડ કરી લીધી કન્નોજમાં જીલાધિકારીએ અખિલેશ યાદવને કિસાન માર્ચ કાઢવાની મંજુરી આપી ન હતી આથી પોલીસે માર્ચ કાઢતા પહેલા જ અખિલેશ યાદવની ધરપકડ કરી હતી.

કન્નોજ જીલાધિકારીએ કહ્યું હતું કે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નૌજમા ંકિસાન માર્ચ કરનાર હતાં પરંતુ પ્રશાસને મંજુરી આપી ન હતી તેમણે કહ્યું કે હજુ કોરોના વાયરસ ખતમ થયો નથી આથી ભીડ એકત્રિત કરવાની કોઇ પણ સ્થિતિમાં મંજુરી આપી શકાય નહીં અખિલેશને આ અંગે જાણ કરવામાં આવી હતી.પરંતુ આમ છતાં સપા પ્રમુખ અને કાર્યકરોએ મોર્ચ કાઢવાનો પ્રયાસ કરતા તેમની અટકાયત કરવામાં આવી છે.

દરમિયાન આવતીકાલે બોલાવવામાં આવેલ ભારત બંધને ધ્યાનમાં રાખી પોલીસ અધિકારીઓને કિસાનોની સાથે કડકાઇ ન દાખવવાની સલાહ આપવામાં આવી છે તેમને કહેવામાં આવ્યું છે કે કિસાનોની સાથે સંધર્ષની સ્થિતિ ન આવે ડીજીપી મુખ્ય કાર્યાલય સ્તરથી દિલ્હીથી જાેડાયેલ ગાઝિયાબાદ ગૌતમબુધ્ધનગર અને આસપાસના જીલ્લા માટે વધારાની ફોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અન્ય રાજયોથી પણ કિસાન યુપી થઇ દિલ્હી કુચ કરી શકે છે આવામાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરાખંડની સીમાવાળા જીલ્લાને પણ વધારાની સતર્કતા દાખવવાનો નિર્દેસ આપવામાં આવ્યો છે તેના માટે વિશેષ સતર્કતાની સાથે સાથે ગુપ્તચર તંત્રને વધુ મજબુત કરવા માટે કહેવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.