લખનૌ સામે ગુજરાતે ૬૨ રને શાનદાર વિજય નોંધાવ્યા
નવી દિલ્હી, આઈપીએલ-૨૦૨૨ દ્વારા વિશ્વની લોકપ્રિય ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પદાર્પણ કરનારી ગુજરાત ટાઈટન્સની ટીમ વર્તમાન સિઝનની પ્લેઓફમાં પહોંચી ગઈ છે. વર્તમાન સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત ટાઈટન્સ પ્રથમ ટીમ છે.
મંગળવારે પુણે ખાતે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ગુજરાતે ૬૨ રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે જ ગુજરાતે પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. ગુજરાતે ૧૨ મેચમાં નવ વિજય નોંધાવ્યા છે અને ૧૮ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે.
જાેકે, લખનૌ સુપર જાયન્ટ્સ પણ પ્લેઓફમાં પહોંચવાના આરે છે. લખનૌ ૧૬ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. મંગળવારના મુકાબલામાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૪૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ૧૪૫ રનના આસાન કહી શકાય તેવા લક્ષ્યાંક સામે પણ લખનૌનો ધબડકો થયો હતો અને સમગ્ર ટીમ ૧૩.૫ ઓવરમાં ૮૨ રને ઓલ-આઉટ થઈ ગઈ હતી.
જેમાં ગુજરાતના સ્પિરન રાશિદ ખાને તરખાટ મચાવતા ચાર વિકેટ ખેરવી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સામે ૧૪૫ રનનો આસાન કહી શકાય તેટલો લક્ષ્યાંક હતો. જાેકે, સ્પિનર રાશિદ ખાન સહિત ગુજરાતના બોલર્સે આ લક્ષ્યાંકને વધારે મુશ્કેલ બનાવી દીધો હતો.
લખનૌની ટીમ ત્રણ આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શકી ન હતી. સમગ્ર ટીમ ૧૩.૫ ઓવરમાં ૮૨ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેમાં ફક્ત બે જ બેટર બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યા હતા. દીપક હૂડાએ સૌથી વધુ ૨૭ રન નોંધાવ્યા હતા જ્યારે ઓપનર ક્વિન્ટન ડીકોકે ૧૧ રનનું યોગદાન આપ્યું હતું. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બાદમાં ઉપરા-ઉપરી વિકેટો પડતી રહી હતી.
રાશિદ ખાનની ઘાતક સ્પિન બોલિંગ સામે લખનૌના બેટર્સ લાચાર જાેવા મળ્યા હતા. સુકાની લોકેશ રાહુલ આઠ, કરન શર્મા ચાર, કૃણાલ પંડ્યા પાંચ, આયુષ બદોની પાંચ અને માર્ક્સ સ્ટોઈનિસ બે રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ગુજરાત ટાઈટન્સ માટે રાશિદ ખાને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
જ્યારે યશ દયાલ અને રવિશ્રીનિવાસન સાઈ કિશોરને બે-બે સફળતા મળી હતી અને મોહમ્મદ શમીએ એક વિકેટ ખેરવી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. જાેકે, ગુજરાતની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી.
ઓપનર શુભમન ગિલે અડધી સદી ફટકારી હતી પરંતુ તેની બેટિંગ ટી૨૦ જેવી આક્રમક રહી ન હતી. ગુજરાતે નિર્ધારીત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૪૪ રનનો સ્કોર જ નોંધાવ્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને આઠ રનના સ્કોર પર ટીમે રિદ્ધિમાન સહાની વિકેટ ગુમાવી દીધી હતી.
જ્યારે ટીમનો સ્કોર ૨૪ થયો ત્યારે મેથ્યુ વેડ પણ આઉટ થઈ ગયો હતો. સહાએ પાંચ અને વેડે૧૦ રનનું યોગદાન આપ્યું હતું. એક તરફ વિકેટ પડી રહી હતી પરંતુ સામે છેડે શુભમન ગિલે એક છેડો જાળવી રાખ્યો હતો. ઓપનિંગમાં આવીને તે અણનમ રહ્યો હતો તેમ છતાં તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. શુભમન ગિલે ૪૯ બોલમાં સાત ચોગ્ગા સાથે ૬૩ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.SSS