લખીમપુર કાંડમાં સાચી તપાસ થવી સંભવ નથીઃ માયાવતી
લખનઉ, લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી ૯ લોકોના જીવ જઈ ચૂક્યા છે. આમાં ખેડૂત પણ શામેલ છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે. વિપક્ષી દળના નેતા રાજ્યની યોગી સરકાર પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. બસપા સુપ્રીમોએ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે લખીમપુર ખીરી કાંડમાં ભાજપના બે મંત્રીઓની સંડોવણીના કારણે ઘટનાની સાચી તપાસ નહિ થઈ શકે. માયાવતીએ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે.
બસપા પ્રમુખ માયાવતીએ ટિ્વટ કર્યુ, ‘બસપાના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ રાજ્યસભા સાંસદ એસસી મિશ્રએ કાલે મોડી રાતે અહીં લખનઉમાં તેમના નિવાસ પર નજરબંધ કરી દેવામાં આવ્યા છે જે હજુ પણ ચાલુ છે જેથી તેમના નેતૃત્વમાં પાર્ટીનુ પ્રતિનિધિમંડળ લખીમપુર જઈને ખેડૂતોના હત્યાકાંડનો સાચો રિપોર્ટ ન મેળવી શકે. આ અતિ દુઃખદ તેમજ નિંદનીય છે.’
માયાવતીએ કહ્યુ – મામલામાં ન્યાયિક તપાસ જરૂરી માયાવતીએ પોતાના આગલા ટિ્વટમાં કહ્યુ, ‘યુપીના દુઃખદ ખીરી કાંડમાં ભાજપના બે મંત્રીઓની સંડોવણીના કારણે આ ઘટનાની સાચી સરકારી તપાસ તેમજ પીડિતો સાથે ન્યાય તથા દોષિતોને કડક સજા સંભવ નથી લાગતી. માટે આ ઘટના કે જેમાં અત્યાર સુધી ૮ લોકોના માર્યા ગયાની પુષ્ટિ થઈ છે, તેની ન્યાયિક તપાસ જરૂરી, બસપાની માંગ.’HS