લખીમપુર ખીરીમાં ત્રણ વર્ષની બાળકી સાથે રેપ બાદ હત્યા
લખનૌ, ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જીલ્લામાં ત્રણ વર્ષની બાળકીનું શબ શેરડીના ખેતરમાંથી મળ્યુ છે પોલીસે જણાવ્યું હતું કે બાળકીની સાથે રેપ બાદ તેનું ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી છે.લખીમપુરખીરી જીલ્લામાં ૨૦ દિવસમાં આ રેપની ત્રીજી ધટના છે બાળકી બુધવારથી ગુમ હતી ગામની પાસે જ તેનું શબ મળ્યું હતું માથા પર ઇજાના નિશાન પર જણાઇ આવ્યા છે બાળકીના પિતાએ પોતાની ફરિયાદમાં ગામમાં રહેનાર લેખરામ પર આરોપ લગાવ્યો છે તેમનો આરોપ છે કે જુની દુશ્મનીમાં તેની પુત્રીનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તેની હત્યા કરી દેવામાં આવી.
પોલીસે જણાવ્યું હતું કે ઓટોપ્સીમાં યૌન ઉત્પીડનની પુષ્ટી થઇ છે.આરોપીની ધરપકડ માટે પોલીસે ચાર ટીમો બનાવી છે. લખીમપુર ખીરી જીલ્લા તે સમયે ચર્ચામાં આવ્યો હતો જયારે ઘરેથી સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે નિકળેલી ૧૭ વર્ષની યુવતીની લાશ ગામની બહારથી નિકળી હતી તેનો રેપ અને હત્યા કરવામાં આવી હતી. આ પહેલા ૧૩ વર્ષની બાળકી પર રેપ અને હત્યાની ધટના સામે આવી હતી, યુવતી બપોરે ખેતર ગઇ હતી જયારે તે પાછી ફરી નહીં તો પરિવારજનોએ તેની શોધ કરી હતી અને તેનું શબ શેરડીના ખેતરમાંથી મળ્યુ હતું.HS