લખીમપુર ખીરીમાં રાહુલ-પ્રિયંકાએ પીડિત પરિવાર સાથે બેસી વાત કરી
લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લો ભારતીય રાજનીતિનો સૌથી મોટો અખાડો બની ગયો છે. વિપક્ષમાં બેઠા જેટલા પણ રાજકીય લડવૈયા છે બધામાં અહીં પહોંચવાની હોડ મચી જવા પામી છે.
આ અનુસંધાને બુધવારથી રાહુલ ગાંધીએ સરકાર વિરુદ્ધ લખીમપુર ખીરીના નામ પર રણની શરૂઆત કરી દીધી છે તો પ્રિયંકા ગાંધી પહેલાથી મોરચો ખોલીને બેસી ગયા છે. લાંબી ધમાસાણ દરમિયાન મળેલી મંજૂરી બાદ બુધવારે રાતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરી પહોંચ્યા હતા.
અહીં સૌથી પહેલા તેમણે લવપ્રીતના પરિવારની મુલાકાત લીધી હતી. પલિયા કલાંમાં લવપ્રીતના માતા-પિતા અને બંને બહેનો સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વાતચીત કરી અને મનોબળ વધાર્યું હતું. અહીં પરિવારને મળ્યા બાદ ભાઈ-બહેને નિઘાસનમાં પત્રકારના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીડિત પરિવારોને ન્યાય મળવો જાેઈએ.
મારા સંઘર્ષનો કોઇ અર્થ નથી. તેમણે ફરી સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે અત્યાર સુધી આ ઘટનામાં ધરપકડ કેમ નથી થઈ?
આ પહેલા જે ઘટનાક્રમ લખનૌમાં ચાલ્યો એ મોટો રાજકીય ભૂચાલ તરફ સંકેત કરી રહ્યો હતો. રાહુલ ગાંધી બપોરે લગભગ ૨ વાગ્યે દિલ્હીથી લખનૌ પહોંચ્યા હતા.
નક્કી કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી લખનૌ એરપોર્ટ પરથી સીતાપુર જતા, જ્યાં તેઓ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરતા, પછી ત્યાંથી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુર જવા માટે નીકળતા પરંતુ તે પહેલા જ એરપોર્ટ પર તણાવનો માહોલ બની ગયો. રાહુલ ગાંધીની એરપોર્ટ પર જ રોકી લગાવી દીધી.
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર કંઈક બદમાશી કરવા માગે છે. મને ખબર નથી શું પરંતુ તેમનો કંઈક પ્લાન છે. મને કેદીની જેમ પોલીસની ગાડીમાં લઈ જવા માગે છે. નવા વિવાદની કહાની વધારે ગુંચવાતી જઈ રહી હતી. બગડતી વાતને બનાવવા માટે પ્રશાસને કેટલાક નિયમો (પાંચથી વધારે લોકો એક સાથે ન જઈ શકે) સાથે તેમને પોતાની ગાડીથી જવા દેવાની મંજૂરી આપી દીધી. રિપોર્ટ મુજબ એરપોર્ટ પર વિવાદ બે વાતને લઈને હતો. પ્રશાસને રીતસરના રુટ અને ગાડીઓ નક્કી કરી હતી પરંતુ રાહુલ ગાંધીએ તેમાં જવાની ના પાડી દીધી.HS