લખીમપુર હિંસાઃ અજય મિશ્રાને બરતરફ કરી તેમના પુત્રની ધરપકડ કરો: રાકેશ ટીકૈતની માંગ
લખનૌ, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે સોમવારે માંગ કરી હતી કે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ કરવામાં આવે અને ખેડૂતોના મોત મામલે તેમના પુત્રની ધરપકડ કરવામાં આવે.તેમણે મૃતક ખેડૂતોના પરિવારજનોને એક કરોડ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીની પણ માંગ કરી હતી. તેમણે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ પૂર્ણ થયા બાદ જ (ખેડૂતો) ના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની લખીમપુર મુલાકાત પહેલા ખેડૂતોના વિરોધ દરમિયાન હિંસાએ ખેડૂતો અને ભાજપના કાર્યકરોનો જીવ લીધો હતો. રવિવારની હિંસામાં આઠ લોકોના મોત થયા છે.મૃતકોમાં કારમાં ચાર લોકો હતા. દેખીતી રીતે ભાજપના કાર્યકર્તાઓના કાફલો હોવાનું માનવામાં આવે છે. આ કાફલો યુપી મંત્રીને આવકારવા આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ચાર ખેડૂતો હતા.ખેડૂત નેતાઓએ દાવો કર્યો હતો કે મંત્રીના પુત્ર આશિષ મિશ્રા એક કારમાં હતા, જેના પર તેમણે ડેપ્યુટી સીએમની મુલાકાતનો વિરોધ કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓને ટક્કર મારી હતી.
જાેકે, અજય મિશ્રાએ જણાવ્યું હતું કે કેટલાક ખેડૂત નેતાઓ દ્વારા કથિત રૂપે તેઓ અને તેમનો પુત્ર સ્થળ પર હાજર નહોતા અને તેને સાબિત કરવા માટે તેમની પાસે ફોટો અને વીડિયો પુરાવા છે.
અહીં પત્રકાર પરિષદ દરમિયાન ખેડૂતોએ આક્ષેપ પણ કર્યો હતો કે આશિષ મિશ્રાએ ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. અજય મિશ્રા દ્વારા સોશિયલ મીડિયા પર સામે આવેલા કથિત વીડિયોમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ટીકૈતે કહ્યું કે છેલ્લા ૧૦ દિવસથી આ વિસ્તારમાં વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિંસાગ્રસ્ત જિલ્લાના કેટલાક ભાગોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યાં સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેમાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે.
સોમવારે વહેલી સવારે બનેલી આ ઘટનાને “કમનસીબ” ગણાવતા યુપી પોલીસે ટિ્વટર પર જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. એડીજી એલઓ, એસીએસ એગ્રીકલ્ચર, આઈજી રેન્જ અને કમિશનર સ્થળ પર છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. “HS