લખીમપુર હિંસાની તપાસ માટે ઈન્કવાયરી કમિશન
લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનાર લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઈન્કવાયરી કમિશન બનાવ્યુ છે. જેના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના પૂર્વ જજ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી છે.
આ કમિશન એક સભ્યનુ જ હશે અને આ માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, રાજ્યપાલનુ માનવુ છે કે, આ મામલામાં જે પરિસ્થિતિઓ સર્જાઈ છે તેને જાેતા તપાસ કરવી જરુરી બની જાય છે. આ કમિશન બે મહિનામાં તપાસ પૂરી કરશે. આ દરમિયાન જરૂર લાગશે તો તેના સમયગાળામાં ફેરફાર કરવામાં આવશે.
દરમિયાન આ ઘટનાનો વધુ એક વિડિયો ગઈકાલે સામે આવ્યો હતો. જેમાં થાર જીપ ખેડૂતોને કચડી નાંખતી નજરે પડે છે. ખેડૂતો હાથમાં કાળા ઝંડા સાથે માર્ચ કરી રહ્યા છે અને એ દરમિયાન પાછળથી ઝડપથી થાર ગાડી આવે છે અને ખેડૂતોને કચડીને તેમના પરથી પસાર થતી દેખાય છે. લખીમપુર હિંસામાં ખેડૂતો અને ભાજપના કાર્યકરો સહિત ૯ લોકોના મોત થયા હતા.SSS