લખીમપુર હિંસામાં ૮ લોકોના મોત, સ્થિતિ તણાવપૂર્ણ, ઈન્ટરનેટ સેવા બંધ
લખનૌ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાનોનું આંદોલન હવે હિંસક થવા લાગ્યું છે. કિસાનોએ યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની બે કારોમાં આગ લગાવી દેવામાં આવી છે. આ ઘટનામાં ૮ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ શકી નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લખીમપુર ખીરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
લખીમપુર ખીરીની ઘટનામાં ૮ લોકોના મોત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં મોડી રાત્રે મુખ્ય સચિવ અને ડીજીપી સાથે હાઈ લેવલ બેઠક યોજી હતી તેમણે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. યૂપી સરકારે નિવેદન જાહેર કરી કહ્યુ કે, આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે અને તેમાં સામેલ તત્વોને ઉઘાડા પાડવામાં આવશે. સરકારે જનતાને અપીલ કરી કે તે પોતાના ઘરો પર રહે અને કોઈ ઉશ્કેરણીમાં આવે નહીં.
જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય રવિવારે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ટેનીના ગામ બનવીરપુર જઈ રહ્યા હતા. તેમને રિસીવ કરવા માટે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા કાફલા સાથે ઘરેથી નિકળ્યો હતો.
આ દરમિયાન રસ્તામાં આશિષ મિશ્ર અને તેની સાથે ચાલી રહેલી એક ગાડીને કિસાનોએ રોકી લીધી. તે તેને નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરવા લાગ્યા હતા. કિસાનોથી બચવા માટે કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીષ મિશ્રાના ડ્રાઇવરે સ્પીડ વધારીને ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કેટલાક કિસાન ગાડીની સામે આવી ગયા, જેના કારણે ૬ લોકોના મોત થયા છે અને ૮ કિસાનોને ઈજા થવાના સમાચાર છે. આ ઘટના બાદ નારાજ કિસાનોએ મંત્રીના પુત્રની બે ગાડીને આગને હવાલે કરી દીધી હતી.
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, મૃત્યુ પામેલા લોકોમાં ૪ તેમની પાર્ટીના કાર્યકર્તા છે. તો બે લોકો અન્ય છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉપદ્રવીઓએ ગાડીઓ પર પથ્થર મારો કર્યો અને ૪ લોકોની હત્યા કરી દીધી. તેમણે દાવો કર્યો કે આ ઘટના સમયે તેમનો પુત્ર સ્થળ પર હાજર નહતો.
તેમની પાસે આ વાતનાી પૂરાવાનો વીડિયો છે. તો આ ઘટનાને મુખ્યમંત્રી યોગીએ ગંભીરતાથી લીધી છે. તે પોતાનો ગોરખપુર પ્રવાસ પડતો મુકી લખનઉ પરત ફર્યા અને અધિકારીઓ પાસે માહિતી મેળવી છે. તેમના નિર્દેશ પર એડીજી સહિત ઘણા અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
આ ઘટના બાદ પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરી કહ્યુ- કૃષિ કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કિસાનોને ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા, ગાડીથી કચડવા ઘોર અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. ઉત્તર પ્રદેશ દંભી ભાજપના હત્યાચારને વધુ સહન કરશે નહીં. આ સ્થિતિ રહી તો યૂપીમાં ભાજપ ન ગાડીથી ચાલી શકશે ન ઉતરી શકશે. આ સિવાય માયાવતી, પ્રિયંકા અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ આ ઘટનાની ટીકા કરી છે.HS