લખીમપુર હિંસા માટેની SITમાં હાઈકોર્ટના પૂર્વ જજનો સમાવેશ
નવી દિલ્હી, યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસાના મામલાની તપાસ કરી રહેલી જીૈં્(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)માં સુપ્રીમ કોર્ટે ફેરફારો કર્યા છે. આ સિવાય આ તપાસ પર નજર રાખવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ રાકેશ કુમાર જૈનની વરણી કરી છે.કોર્ટનુ કહેવુ છે કે, મામલાની પારદર્શક રીતે તપાસ થાય તે માટે કોર્ટે આ કાર્યવાહી કરી છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને વિશેષ ટીમ બનાવીને મામલાની તપાસનો આદેશ આપ્યો હતો.એ પછી કોર્ટે આજે વિશેષ ટીમમાં ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની પણ નિમણૂંક કરી છે.
ગઈ સુનાવણી દરમિયાન યુપી સરકારે પણ રાજ્ય બહારના પૂર્વ ન્યાયાધીશની નિમણૂંક માટે સંમતિ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ હિંસામાં ખેડૂતો અને ભાજપના કાર્યકરોના મોત થયા હતા.કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર ખેડૂતોને જીપ નીચે કચડવાનો આરોપ પણ લાગ્યો હતો.SSS