લગ્નજીવનના ત્રણ વર્ષ બાદ પતિથી અલગ થશે સુરભિ તિવારી

મુંબઈ, દીયા ઔર બાતી હમ અને શગુન જેવી સીરિયલોમાં કામ કરવા માટે જાણીતી સુરભિ તિવારી, જેણે વર્ષ ૨૦૧૯માં દિલ્હીના પાયલટ અને બિઝનેસમેન, પ્રવીણ કુમાર સિન્હા સાથે લગ્ન કર્યા હતા તે ખૂબ જલ્દી ડિવોર્સ ફાઈલ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘લગ્ન બાદ તરત જ મને અહેસાસ થયો હતો કે પ્રવીણ અને હું સુસંગત નથી. પ્રવીણ મારી સાથે રહેવા માટે મુંબઈ શિફ્ટ થવા સંમત થયો હતો પરંતુ બાદમાં ના પાડી દીધી હતી. હું એક્ટિંગ કરવાનું યથાવત્ રાખવા માગતી હતી પરંતુ હું તેની સાથે ફ્લાય કરતી હોવાથી દૈનિક ધારાવાહિક સીરિયલ લઈ શકતી નહોતી.
પરિણામરૂપે, હું આર્થિક રીતે તેના પર ર્નિભર થઈ હતી અને મારે પૈસા માટે સંઘર્ષ કરવો પડતો હતો. આ સિવાય, હું જલ્દી પરિવાર શરૂ કરવા માગતી હતી પરંતુ તે આતુર નહોતો.
સુરભિ તિવારી, જે છેલ્લે સીરિયલ ‘એક રિશ્તા સાંજેદારી કા’માં જાેવા મળી હતી તેણે પ્રવીણ અને તેના પરિવાર પર ઘરેલુ હિંસા અને ધાકધમકીનો આરોપ લગાવ્યો હતો. ૨૦ જૂનના રોજ વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
૧૨ મેના રોજ અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ પણ દાખલ કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘મેં પ્રવીણ, તેના માતા અને તેની ભાભી સામે ઘરેલુ હિંસા અને મને ધાકધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. મને મારું સ્ત્રી ધન પણ પરત મળ્યું નથી, જે મારો હક છે.
લગ્નમાં તેમને અને મને આપેલા દાગીનાની સાથે હું ચાંદીના વાસણો પણ લઈ ગઈ હતી. મને કંઈ પરત મળ્યું નથી. જાે મારી પાસે તે હોત તો જીવનનિર્વાહ અને મેડિકલ ખર્ચ માટે મારા જૂના ઘરેણાં ન વેચવા પડ્યા હોત. સુરભિ ખૂબ જલ્દી ડિવોર્સ ફાઈલ કરવાનું વિચારી રહી છે.
‘ઘણી બઘી બાબતોમાં મારી સાથે છેતરપિંડી થઈ હોવાનું અનુભવી રહી છું. ઘણું સહન કર્યા બાદ મેં પરસ્પર સમજૂતીથી અલગ થવાનું નક્કી કર્યું હતું. જાે કે, પ્રવીણે કહ્યું હતું કે, તે મને ડિવોર્સ નહીં આપે અને આ માટે હું કોર્ટમાં પણ જઈ શકું છું. હું જલ્દી ડિવોર્સ ફાઈલ કરીશ’.SS1MS