Western Times News

Gujarati News

લગ્નના એક જ વર્ષમાં પતિ બન્યો બેવફા

પ્રતિકાત્મક

અમદાવાદ: એક યુવતીએ લગ્ન કર્યા બાદ એક જ વર્ષના સમયગાળામાં તેનું ઘર ભાંગી પડ્યું છે. કારણકે તેનો પતિ બેવફા નીકળતા હવે યુવતીએ પોલીસની મદદ લીધી છે. લગ્નના થોડા દિવસમાં જ પતિએ યુવતીને ન રાખવા કહી દીધું હતું, પત્નીએ આ બાબતે વાત કરતા પત્ની સાથે પતિ બોલતો ન હતો અને આખી રાત પત્ની પાસે જતો પણ ન હતો. એક દિવસ તો પતિના કહેવા મુજબ યુવતીના દીયરે બધાની હાજરીમાં ઝગડો થયા બાદ કેરોસીન છાંટવાનો પ્રયાસ કર્યો હતો.

રાણીપ પોલીસ લાઈન સામે રહેતી ૧૯ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૧૯માં જ લગ્ન થયા હતા. થોડા દિવસ બાદ સાસરિયાઓએ તેની સાથે અવાર-નવાર ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. આ બાબતે પતિ સાથે વાત કરવા જાય ત્યારે તે પણ વાત કરતો ન હતો. લગ્નના થોડા જ સમયમાં પતિએ યુવતીને કહી દીધું કે તેને છૂટાછેડા લેવા છે તેને રાખવી નથી.

યુવતીએ તેના પતિને આ બાબતે કારણ પૂછ્યું તો, તેને માર મારતો હતો. આખી રાત પતિની રાહ જાેઈને યુવતી બેસી રહેતી પણ પતિ તેની પાસે જ આવતો ન હતો. પતિએ કહી દીધું હતું કે તે બીજી સ્ત્રી સાથે સબંધ ધરાવે છે અને તેથી તે છૂટું કરવા માંગે છે. એક દિવસ તો પતિના કહેવા મુજબ, યુવતીના દિયરે બધાની હાજરીમાં ઝઘડો થયા બાદ કેરોસીન છાટવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સાસરિયાઓ આ યુવતીને પિયર પાસે પહેરે કપડે જ મૂકી જતા આખરે મહિલાએ સાસરિયાઓ સામે મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.