લગ્નના ત્રીજા દિવસે દાગીના લઈને પત્ની પલાયન થઈ ગઈ
(એેજન્સી) અમદાવાદ 03062019: લગ્નવાંંચ્છુઓને લગ્ન કરાવી આપી દાગીના લઈને દુલ્હન પલાયન થઈ ગઈ જાય એવા અનેક કિસ્સાઓ બનતા રહ્યા છે. હવે, વાસણાના એક યુવક સો લગ્ન કર્યાના ત્રીજા જ દિવસે પરિણીતા દાગીના લઈને પલાયન થઈ ગઈ હતી. રૂ.૧.૪૦ લાખ લઈ લગ્ન કરાવનાર ટોળકી સામે પોલીસ ફરીયાદ નોંધાવાઈ છે.
વાસણામાં રહેતા જયેશ નામના યુવકે વેજલપુરમાં રહેતા રાજેશ શાહ, વલસાડના મુકેશભાઈ, હિતેશ પટેલ, નિલેશ રામલાલ વાટકીયા, અને લૂંટેરી દુલ્હન પૂજા કિશોરીલાલ રાઠોડ સામે વાસણા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ખાનગી કંપનીમાં નોકરી હોવાથી જયેશ મહેતાનું સમાજમાં સગપણ થયુ નહોતુ. મિત્ર રાજેશ શાહે કન્યા શોધી આપવાની વાત કરી હિતેશભાઈઅને મુકેશભાઈ સાથે મુલાકાત કરાવી હતી. પણ કન્યા શોધવા માટે રૂ.૧.૪૦ લાખનો ખર્ચ થશે એમ જણાવ્યુ હતુ. મધ્યપ્રદેશની પૂજા રાઠોડનો ફોટો મોબાઈ ફોનમાં મોકલાયો હતો.
એ પસંદ પડતા લગ્ન નક્કી કરાયા હતા. પૂજાને લઈને ટોળકી આવી હતી. અને મહારાજ પાસે ફોટા પાડી લગન કરી રૂ.૧.૪૦ લાખ અપાયા હતા. તા.ર૮-૯-૧૮નારોજ રજીસ્ટાર સમક્ષ લગ્ન રજીસ્ટાર કરાવ્યા હતા. તે જ દિવસે સાંજે લા- ગાર્ડન ફરીને પાછા ફર્યા ત્યારે પૂજા ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીના લઈ પલાયન થઈ ગઈ હતી. આ પછી ટોળકીએ જવાબ ન આપતા રૂ.૧.૪૦ લાખ અને દાગીના ઓળખવી જનાર ગેંગ સામે આખરે વાસણા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.