લગ્નના થોડા કલાક પહેલાં વધૂ કોરોના પોઝિટિવ
બારાં: રાજસ્થાનના બારાંના કેલવાડામાં એક અનોખા લગ્ન જાેવા મળ્યા, જ્યાં કોરોના પોઝિટિવ દુલ્હને પીપીઇ કિટ પહેરીને પોતાના દુલ્હા સાથે ૭ ફેરા લઈને જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. મૂળે, કેલવાડાના છતરગંજ ગામની રહેવાસી યુવતી અને તેની માતાને બે દિવસ પહેલા તબીયત ખરાબ થતાં ગામમાં આવેલી કોરોના તપાસ ટીમને સેમ્પ્લ આપ્યા હતા. પછી આખો પરિવાર સામાન્ય રીતે લગ્નની તૈયારીમાં લાગી ગયો.
ફેરાના થોડા કલાક પહેલા દુલ્હન અને તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ કેલવાડાના કોવિડ સેન્ટરમાં જ મંડપ સજાવવામાં આવ્યો અને લગ્નની વિધિ પૂરી કરવામાં આવી. આ વિવાહ પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યા. દુલ્હા-દુલ્હન, તેમના માતા-પિતા, પંડિતે પીપીઇ કિટ પહેરીને મંડપમાં લગ્ની વિધિ પૂરી કરાવી. વિધિવત મંત્રોચ્ચારની વચ્ચે દુલ્હા-દુલ્હને પીપીઇ કિટ પહેરીને એક બીજાના ગળામાં માળા પહેરાવી સાત ફેરા લીધા. મૂળે છતરગંજ નિવાસી યુવતીના લગ્ન દાંતા નિવાસી સરકારી અધ્યાપક સાથે નક્કી થયા હતા.
રવિવારે યુવતીના ઘરવાળા ધર્મશાળા માટે રવાના થયા. સમારોહ ની તમામ તૈયારીઓ ધર્મશાળામાં કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન બે દિવસ પહેલા ગામમાં જ કોરોના મહામારીની તપાસ માટે આપવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ આવી ગયો. જેમાં દુલ્હન તથા તેની માતા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. આ સાંભળતા જ પરિવાર અસમંજસમાં પડી ગયો.
એવામાં પ્રશાસનિક અધિકારીઓએ દુલ્હી અને દુલ્હનના પરિજનોની માંગ પર કલેક્ટરથી દિશા-નિર્દેશન લેતા એસડીએમની આગેવાનીમાં એક કમિટીની રચના કરી અને કોરોના પ્રોટોકોલ હેઠળ કોવિડ કેર સેન્ટર પરિસરમાં જ મંડપ તૈયાર કર્યો અને અહીં પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં દુલ્હા-દુલ્હન પંડિત તથા યુવતીના માતા-પિતાને પીપીઇ કિટ પહેરાવીને પૂરી વિધિ સાથે લગ્ન કરાવવામાં આવ્યા. શક્ય છે કે દેશની આ પહેલા એવા લગ્ન છે જે કોવિડ કેર સેન્ટર પરિસરમાં દુલ્હા-દુલ્હન પીપીઇ કિટ પહેરીને સંપન્ન કરાવવામાં આવ્યા હોય.