લગ્નના દિને ભત્રીજાને બચાવવા જતાં યુવતી લકવાગ્રસ્ત થઈ
પ્રયાગરાજ: વર્ષ ૨૦૦૬માં બનેલી સુરજ બડજાત્યાની ફિલ્મ વિવાહ કદાય બધાને યાદ હશે. દુલ્હન બનનારી અમૃતા રાવ પોતાની પિતરાઈ બહેનને બચાવવાના ચક્કરમાં લગ્નના આગલા દિવસે જ દાઝી જાય છે. આમ છતાં દુલ્હો બનેલા શાહિદ કપૂર તેની સાથે જ લગ્ન કરે છે.
આવી જ એક કહાની રીયલ લાઈફમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બની છે. આ મામલો સંગમ નગરી પ્રયાગરાજમાં જાેવા મળ્યો હતો. હાથમાં મહેંદી લગાવી હોસ્પિટલના બેડ ઉપર નવી નવેલી દુલ્હન આરતી છે. તેની પાસે બેઠેલો યુવક તેનો પતિ અવધેશ છે
જે પોતાની પત્નીની દેખરેખમાં લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રતાભગઢના કુંડામાં રહેનારી આરતીના લગ્નની તૈયારીઓ પુરી થઈ ગઈ હતી. ૮ ડિસેમ્બરે સાંજે તેની જાન આવવાની હતી પરંતુ બપોરે છત ઉપર રમતની પોતાના ત્રણ વર્ષના ભત્રીજાને બચાવવાના ચક્કરમાં આરતી છત ઉપરથી નીચે પડી હતી.
આ ઘટનામાં તેની કરોડરજ્જનું હાડકું તૂટી ગયું હતું. જેના કારણે બંને પગે લકવો મારી ગયો હતો. ઘરના લોકોએ તેને પ્રયાગરાજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. દુલ્હા અવધેશના ઘરના લોકોને આ અંગેની જાણ થઈ તો ઘરેથી બે લોકો તપાસ કરવા માટે પહોંચ્યા હતા. આ મામલાની સચ્ચાઈ અને ઘટનાની જાણકારી દુલ્હા અવધેશને પણ આપી હતી.
આરતીના ઘરના લોકોએ અવધેશને આરતીની નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ અવધેશને નક્કી કરી લીધું હતું કે, આરતી જ તેની જીવનસંગિની બનશે. ભલે કંઈપણ થાય જીવસભર તેનો સાથ નીભાવશે. અવધેશ પોતાની ધર્મપત્ની આરતીની પુરી સારસંભાળ રાખે છે. સંબંધીઓ અને ઘરના લોકો બંનેની હિંમતને સલામ કરે છે. આરતીના ઘરના લોકોએ ડોક્ટર સાથે વાતચીત કરીને એક દિવસ માટે એમ્બ્યુલન્સ મારફતે આરતીને કુંડા લઈ ગયા હતા.
જ્યાં અવધેશે બેડમાં પડેલી આરતી સાથે સાત ફેરા અને અન્ય વિધિ પુરી કરી હતી. ત્યારબાદ ફરીથી આરતીને પ્રયાગરાજની એજ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. અવધેશ અને આરતી પોતાને ખુબ જ નસિબદાર માને છે કે જ્યાં મુશ્કેલીઓ આવે ત્યારે પડછાયો પણ સાથ છોડી દે છે ત્યારે આવા સમયે એક-બીજાને સાથ આપીને સમાજ મમાટે એક મિસાલ અને રિયલ લાઈફના હીરો બન્યા છે. આ બંનેના ર્નિણયોને દરેક લોકો વખાણ કરે છે.