લગ્નના દિવસે રણબીરે પહેરી પિતાની મોંઘી ઘડિયાળ
મુંબઇ, દીકરા રણબીરના લગ્નમાં નીતૂ કપૂરે સ્વર્ગસ્થ પતિ ઋષિ કપૂરને ખૂબ યાદ કર્યા હતા. માત્ર નીતૂ કપૂર જ કેમ આખા કપૂર ખાનદાનને આ ખાસ દિવસે ઋષિ કપૂરની ખોટ સાલી હતી. ઋષિ કપૂર દીકરાને ઘોડી ચઢતો જાેવા માગતા હતા પરંતુ કમનસીબે તેમની ઈચ્છા પૂરી થાય તે પહેલા જ તેમનું નિધન થયું.
હવે ૧૪ એપ્રિલે આલિયા અને રણબીરે લગ્ન કરી લીધા છે ત્યારે નીતૂ કપૂર જાણે ઋષિ કપૂરને આપેલા વચન અને જવાબદારીમાંથી મુક્ત થયા છે. પોતાના લગ્નના દિવસે એક્ટર રણબીર કપૂરે પિતા ઋષિ કપૂરની મોંઘી ઘડિયાળ પહેરી હતી. એક રિપોર્ટ મુજબ, રણબીર કપૂરે પોતાના લગ્નમાં પહેરેલી પિતા ઋષિ કપૂરની આ ઘડિયાળની કિંમત રૂપિયા ૨૧ લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા છે. આલિયા-રણબીરના બાંદ્રા સ્થિત ઘરમાં જ તેમના લગ્ન યોજાયા હતા.
જેમાં પરિવારજનો અને અંગત મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન બાદ આલિયાએ સોશિયલ મીડિયા પર પતિ સાથેની સુંદર તસવીરો શેર કરી હતી. લગ્ન બાદ આ જ ઘરમાં આફ્ટર પાર્ટી પણ યોજાઈ હતી.
જેમાં આલિયા-રણબીર દિલ ખોલીને નાચ્યા હતા. ૧૪ એપ્રિલે આલિયા અને રણબીરે અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીરે બાંદ્રામાં આવેલા પોતાના ઘરની બાલ્કનીમાં લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી છે.
લગ્ન પૂરા થયા બાદ આલિયા ભટ્ટે પતિ રણબીર સાથેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં આલિયા ભટ્ટની આંગળીમાં મોટી ડાયમંડ રિંગ જાેવા મળે છે. ભલભલાને ઈર્ષ્યા થઈ આવે તેવી આલિયા ભટ્ટની ડાયમંડ રિંગ છે! આ તરફ આલિયાના પતિ રણબીર કપૂરે લગ્ન માટે પ્લેટિનમની સિમ્પલ વીંટી પર પસંદ કરી હતી. રણબીરની આંગળીમાં પ્લેટિનમની વીંટી જાેવા મળે છે.
લગ્ન માટે રણબીર અને આલિયાએ વ્હાઈટ-ગોલ્ડ લૂક પર પસંદગી ઉતારી હતી. આલિયાનો બ્રાઈડલ લૂક ખાસ્સો અલગ હતો. લહેંગાને બદલે એક્ટ્રેસે આઈવરી રંગની સાડી પર પસંદગી ઉતારી હતી.
વાળમાં અંબોડો વાળવાને બદલે તેણે ખુલ્લા રાખ્યા હતા અને માથાપટ્ટી સાથે ટીકો પહેર્યો હતો. આલિયા ભટ્ટે હેવી નેકલેસ અને ઈયરિંગ્સ પહેરી હતી. એક્ટ્રેસની સાડીમાં પતંગિયાની પ્રિન્ટ જાેવા મળી હતી. રણબીર કપૂરનો લકી નંબર આઠ છે એ તો સૌ કોઈ જાણે છે.SSS