લગ્નના પાંચ કલાક બાદ કન્યાનું મોત, ડોલીના બદલે અર્થી ઉઠી
મુંગેર: તમે કલ્પના કરો એ કરૂણાંતિકાની જ્યાં પ્તપદીના સાત ફેરા ફર્યાને કલાક પણ ન થયો હોય અને કન્યાનું મોત થઈ જાય. એ પિતાની કલ્પના કરો જેમે દીકરી વળાવવાની હોય એના બદલે એની અર્થી ઉપાડવી પડે. એ પતિની કલ્પના કરો જેણે ગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલા વિધુર થવાનો વારો આવે. આ કરૂણાંતિકા કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના ફિલ્મોની કહાણી નથી પરંતુ બિહારના મુંગરેમાં ઘટેલી સત્યઘટના છે.
બનાવની વિગતો એવી છે કે બિહાર રાજ્યના મુંગેરમાં લગ્નના પાંચ કલાક બાદ જ એક કન્યાનું મોત થયું છે. અહીંયાથી જાન વળાવાના બદલે સ્માશાન યાત્રા નીકળી અને પતિએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા કરતાં પત્નીને મુખાગ્નિ આપ્યો. રૂવાંડા ઊભા કરીનાખનારી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ મુંગેરની નિશાનું લગ્ન ૮મી મેના રોજ રવીશ સાથે નિર્ધાર્યુ હતું. લગ્નમાં વાજતે ગાજતે જાન આવી અને વર-કન્યાએ પરિવારની વચ્ચે સપ્તપદીના સાત ફેરા ફર્યા. જાેકે, વિધિવક્રતા જુઓ કે અચાનક જ કન્યાની તબિયત લથડી અને તેને મુંગેરની નજીક ભાગલપુર સારવાર માટે લઈ જવામાં આવી. જાેકે, હાથોની મહેંદીનો રંગ ઉતરે કે મધુરજીવનમાં ડગ માંડે એ પહેલાં જ કન્યાનો જીવ જતો રહ્યો.
મોતની ખબરથી લગ્નમંડપમાં માતમ છવાઈ ગયો. હ્રદય દ્રાવક ઘટનાએ સૌને આઘાતમાં મૂકી દીધા. રંજય યાદવાના ઘરે લગ્ન પ્રસંગમાં માતમ છવાઈ ગયો. કોરોના કારણે ઓછી સંખ્યામાં જાન લઈને આવેલા મહકોલા ગામના સુરેશ યાદવના પુત્ર રવીશના લગ્નની વિધિ હજી તો સમાપ્ત જ થઈ હતી ત્યા નિશાની તબિયત લથડી ગઈ.
નિશાને નજીકના તારાપુર સ્થિત સામુદાયિક ચિકિત્સાલય લઈ જવામાં આવી તબીબોએ તેને ભાગલપુર લઈ જવાની સલાહ આપી. ભાગલપુરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિશાએ દમ તોડી દીધો. નિશાની મોતે આ સમગ્ર વિસ્તારને હચમાચીવ મૂક્યો. જીવનસાથી બનીને પતિની સાથે જિંદગી વિતાવવા નીકળેલી કન્યાએ સાત ફેરા ફર્યાની ગણતરીની કલાકોમાં ફાની દુનિયાને અલવિદા કહી દીધી.
જાેકે, હજુ તો સપ્તપદીના સાત ફેરા ફરીને ગૃહસ્થાશ્રમમાં પ્રેવશ કરેલા રવીશના લલાટે પત્નીનો અગ્નિસંસ્કાર લખાયેલો હતો. વિધિની વક્રતા જુઓ કે આ યુગલ મધુર જીવન જીવવાના શમણા જાેતું હશે એના બદલે માતમનો અંધકાર છવાઈ ગયો. જાેકે, પતિએ પોતાનો ધર્મ ન ચુક્યો પત્નીને ચોધાર આંસુએ રડતા રડતા વિદાય આપી. કદાય આને જ વિધિની વક્રતા કહેવાતી હશે