લગ્નના પાંચ વર્ષ બાદ મા બનશે સિંગર હર્ષદીપ કૌર
મુંબઈ: કોરોના મહામારી દરમિયાન મનોરંજન ઈન્ડસ્ટ્રીના ઘણાં કપલને ત્યાં પારણું બંધાયું. કપિલ શર્મા, અનુષ્કા શર્મા જેવા સેલેબે ૨૦૨૧ની શરૂઆતમાં બાળકનું સ્વાગત કર્યું જ્યારે બોલિવુડ ડીવા કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસો માણી રહી છે.
સિંગર હર્ષદીપ કૌર પણ પ્રેગ્નેન્ટ છે. હર્ષદીપ અને પતિ મનકીત સિંહના પહેલા બાળકનો જન્મ થવાનો છે. અમારા સહયોગીએ સિંગરને હોસ્પિટલની બહાર જાેઈ હતી અને આ વાતની પુષ્ટિ થઈ હતી.
દિલબરો (રાઝી), ઝાલિમા (રઈસ), હીર (જબ તક હૈ જાન) અને કતિયાં કરું (રોકસ્ટાર) જેવા ગીતો ગાઈને પોપ્યુલર થયેલી હર્ષદીપે કહ્યું, “હા હું છેલ્લા ટ્રાયમેસ્ટરમાં છું અને મારી ડિલિવરીનો એક મહિનો બાકી છે. મારા પતિ મનકીત અને હું અંગત બાબતોને અંગત રાખવામાં માનીએ છીએ. ગયા વર્ષે કોરોના સંકટના કારણે લોકોને મળવાની ખૂબ ઓછી તક મળી. માટે પ્રેગ્નેન્સી અંગેની વાત બહાર આવી ના શકી.
બાકી તો આ ન્યૂઝમાં છુપાવા જેવું કશું જ નથી. અમે માત્ર ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નહોતી કરી એટલું જ. પરંતુ આ ન્યૂઝ કન્ફર્મ કરતાં મને ખુશી થાય છે. અમારું બાળક ટૂંક સમયમાં આવશે અને અમે ખૂબ ખુશ છીએ.”
હર્ષદીપના પતિ મનકીતનું કહેવું છે કે, મહામારીના કારણે તેમને ફેમિલી પ્લાનિંગની તક મળી. મનકીતે કહ્યું, “અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે.
જ્યારે કોવિડ-૧૯ના કારણે લોકડાઉન શરૂ થયું ત્યારે અમને ફેમિલી પ્લાનિંગનો સમય મળ્યો હતો. ગયા વર્ષે વિશ્વએ પડાકારોનો સામનો કર્યો અને હજી પણ કરી રહ્યું છે ત્યારે આ સમય અમારા માટે ફળદાયી સાબિત થયો. હું ખુશ છું કે પ્રેગ્નેન્સીના સમયે તેને ઘરે રહીને પૂરતો આરામ કરવાની તક મળી. બાકી તો આખું વર્ષ અમે કામના લીધે ટ્રાવેલિંગમાં વ્યસ્ત હોઈએ છીએ. અમે આ ન્યૂઝ જાહેર પ્લેટફોર્મ પર નહોતા શેર કર્યા માટે ઘણાં લોકોને નવાઈ લાગી રહી છે.”
હર્ષદીપે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરીને ફેન્સ સાથે આ ન્યૂઝ વહેંચ્યા છે. હર્ષદીપે તસવીરો શેર કરતાં લખ્યું, “આ બાળકને મળવા માટે ખૂબ ઉત્સાહિત છું.