Western Times News

Gujarati News

લગ્નના બે દિવસ પહેલા નર્સ યુવતી કોરોના સામે જંગ હારી

Files photo

વલસાડ: કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દરરોજ ૧૦૦થી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે. જાેકે, આ તો સરકારી ચોપડે નોંધાયેલા મોત છે. વાસ્તવિક આંકડા આનાથી ખૂબ વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી લહેરમાં અનેક કોરોના વૉરિયર્સ પણ મોતને ભેટી રહ્યા છે. બુધવારે વાપીની હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુતીએ કોરોના સામે જંગ લડતાં લડતાં દમ તોડી દીધો નર્સને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આવતીકાલે એટલે કે ૨૩મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન હતા. એટલે કે યુવતીએ તેની પીઠીના દિવસે દમ તોડી દીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

બનાવની વિગત જાેઈએ તો કપરાડા તાલુકાના મોટાપોંઢાની મનિષા પટેલ નર્સિંગનો કોર્ષ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી હતી. જાેકે, હાલ તેણી કોઈ હૉસ્પિટલમાં ફરજ પર ન હતી. આ દરમિયાન યુવતીને તાવ આવ્યો હતો. જે બાદમાં તેણીને સારવાર માટે સેલવાસની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. ધીમે ધીમે તબિયત લથડતા યુવતીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

 

ખાનગી હૉસ્પિટલ ખાતે કોરોના સામે લડતાં લડતાં યુવતીએ દમ તોડી દીધો હતો. પરિવારના સભ્યો પાસેથી મળતી માહિતી પ્રમાણે ૨૩મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન નક્કી થયા હતા. એટલે કે લગ્નના બે દિવસ પહેલા જ યુવતીએ દમ તોડી દીધો હતો. જે બાદમાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર જે દીકરીના લગ્નનની તૈયારી કરી રહ્યો હતો તેની અંતિમવિધિની તૈયારી કરવી પડી હતી! પરિવારના સભ્યોના કહેવા પ્રમાણે મનિષાના લગ્ન માટે તમામ તૈયારી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત તમામ ખરીદી પણ કરી લેવામાં આવી હતી. એટલે સુધી કે પરિવારે દીકરીના લગ્ન માટે મંડપ પણ નાખી દીધો હતો. પરંતુ કુદરતે કંઈક બીજું જ લખ્યું હતું. વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાના વેપારી એસોસિએશન સાથે અન્ય અગ્રણીઓએ સામૂહિક ર્નિણયના ભાગરૂપે ૨૦મી એપ્રિલથી ૧૦ દિવસ સુધી જિલ્લામાં સ્વૈચ્છિક બંધનું એલાન કર્યું છે. જાેકે, બુધવારે જિલ્લામાં બંધની અસર નહિવત જાેવા મળી હતી. અનેક તાલુકા અને ગામોની બજારો પહેલાની જેમ ચાલુ જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.