લગ્નના બે મહિના બાદ પતિની સાથે હનીમૂન પર સાયલી કાંબલે

મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨માં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધા બાદ પોપ્યુલર થયેલી સાયલી કાંબલે હાલ લગ્નજીવનને મન ભરીને એન્જાેય કરી રહી છે. સાયલી કાંબલેએ ૨૪ એપ્રિલના રોજ બોયફ્રેન્ડ ધવલ પાટીલ સાથે લગ્ન કર્યા હતા.
મહેંદી સેરેમની સાથે શરૂ થયેલા ફંક્શન રિસેપ્શન સાથે પૂરા થયા હતા. લગ્ન બાદ તરત જ કપલ હનીમૂન પર જતા હોય છે, પરંતુ સાયલી અને ધવલનો કિસ્સામાં તેમ થયું નહીં.
લગ્ન પૂરા થયા બાદ સાયલી કાંબલે સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર ૨માં વ્યસ્ત થઈ ગઈ અને ધવલ પાટીલ પણ સરકારી કર્મચારી હોવાથી તેના કેટલાક વર્ક કમિટમેન્ટ હતા. જાે કે, આખરે બંનએ તેમના વ્યસ્ત શિડ્યૂલમાંથી થોડો સમય કાઢી લીધો છે અને હનીમૂન મનાવવા ઉપડી ગયા છે.
કપલ હાલ ગોવામાં છે. સાયલી કાંબલે અને ધવલ પાટીલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગોવામાંથી કેટલીક તસવીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલી આ તસવીરમાં તેને બ્લેક કલરના શોર્ટ આઉટફિટમાં જાેઈ શકાય છે. તેણે હાથમાં લીલા કલરના કાચની બંગડી પહેરી રાખી છે અને કપાળમાં સિંદૂર લગાવ્યું છે. બીજી તસવીરમાં તેણે પિંક શ્ વ્હાઈટ આઉટફિટ પહેર્યું છે.
View this post on Instagram
ધવલ પાટીલે પણ પત્ની સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં તેણે પ્રિન્ટેડ શર્ટ અને શોર્ટ્સ પહેરી છે તો સાયલી વેસ્ટર્ન આઉટફિટમાં છે. બેકગ્રાઉન્ડમાં ‘સુબહ કો આંખ ખુલતે યાદ તેરા આના’ વાગી રહ્યું છે.
સાયલી કાંબલે અને ધવલ પાટીલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ઈન્ડિયન આઈડલ ૧૨ દરમિયાન પણ ધવલ દર્શકો સાથે બેસીને સાયલીને ચીયર કરતો હતો. જાે કે, તેમણે કોઈને આ વિશે જાણ થવા દીધી નહોતી.
ડિસેમ્બર, ૨૦૨૧માં ધવલે સાયલીને પ્રપોઝ કર્યું હતું અને થોડા દિવસ પથી બંનેએ રિંગ એક્સચેન્જ કરી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સાયલી કાંબલે ઘણીવાર પતિ તેમજ સાસુ સાથેની તસવીર શેર કરતી રહે છે.
લગ્ન બાદ જીવન કેટલું બદલાઈ ગયું છે, તેના વિશે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે એક્સક્લુઝિવ વાત કરતાં સાયલી કાંબલેએ જણાવ્યું હતું કે ‘પહેલા અમે એકબીજા સાથે સમય વિતાવવા માગતા હતા છતાં ઘરે સમયસર પહોંચવાનું હતું એટલે છૂટા પડતા હતા. હવે લગ્ન બાદથી આરામથી સાથે ફરી રહ્યા છીએ અને કોઈ ફોન કરીને બોલાવતું પણ નથી’.SS1MS