લગ્નના ૧૫ દિવસ બાદ યુવતીએ આપઘાત કરી લીધો
જીંદ: હાઉસિંગ બોર્ડમાં, એક મહિલાએ તેના પ્રેમની કિંમત પોતાનો જીવ ગુમાવી ચુકવવી પડી છે. બુધવારે બપોરે લગભગ એક વાગ્યે, હાઉસિંગ બોર્ડ કોલોનીના એક મકાનમાં નવી પરિણીત મહિલાએ શંકાસ્પદ સંજાેગોમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો.
૨૫ વર્ષિય યુવતી પ્રરણાએ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા ૨૮ વર્ષીય સચિન સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેએ પોલીસ પાસે સુરક્ષાની માંગ પણ કરી હતી. ૩૧ ડિસેમ્બરે બંને હાઉસિંગ બોર્ડ કોલોનીમાં સચિનના ઘરે આવી રહેવા લાગ્યા હતા. પ્રેરણાના પિતા સુરેશકુમારની ફરિયાદના આધારે સિવિલ લાઇન પોલીસ મથકે સચિન અને સચિનના પિતા બજરંગ બંસલ અને કાકા જયભગવાન સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાંજે ૫ વાગ્યે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવતીના પિતા સફિદો નિવાસી સુરેશકુમારે સિવિલ લાઇન પોલીસ મથકમાં પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, બપોરના બે વાગ્યે તેનો ફોન આવ્યો હતો કે, તેની યુવતીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. આ પછી તે તેના પરિવારના સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા. સંબંધીઓએ જણાવ્યું કે,
જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પુત્રી મૃત હતી અને તેનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. પરિવારે કહ્યું કે, આ બંનેના લવ મેરેજ થયા છે અને છોકરાના પરિવારજનો આ લગ્નથી ખુશ નહોતા. તેથી, તેઓએ પુત્રીની હત્યા કરીને લાશને ફાંસી લગાવી દીધી છે.
પોલીસે ફરિયાદના આધારે પતિ સચિન, સચિનના પિતા બજરંગ બંસલ અને કાકા જયભગવાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સિવિલ લાઇન સ્ટેશન પ્રભારી હરીઓમે જણાવ્યું હતું કે, મૃતકના પિતાની ફરિયાદના આધારે પતિ સહિત ત્રણ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં મેડિકલ બોર્ડ દ્વારા ડેડબોડીનું પોસ્ટ મોર્ટમ કરાયું છે, ત્યારબાદ મોતને લગતા તથ્યો બહાર આવશે. આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.